Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે હથિયારો સજાવ્યા

ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને બેઠકઃ નવાજૂનીનો એંધાણ

પ્રભાણપાટણ તા.પ  વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખ ઉપપ્રમુખ માટે ૮ તારીકના ચૂંટણી થવાની છે. અત્યારે ભાજપ શાસન નગરપાલિકા છે જેમાં પ્રમુખપદે જગદીશભાઇ ફોફંડી અને ઉપપ્રમુખ પદે પ્રભાસ પાટણના જયદેવભાઇ જાની છે પરંતુ તેમની ટર્મપૂર્ણ થતા નવા પ્રમુખ માટે કવાયત શરૂ થયેલ છે.

આ બાબતે કોંગ્રેસના નગરપાલીકાના સભ્યોની સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તાતજેતરમાં વેરાવળ સર્કિટ હાઉસ ખાતે બેઠક મળેલ હતી જેમાં કોંગ્રેસના સભ્યોમાં મોહમદભાઇ ફારૂકભાઇ (વિરોધપક્ષના નેતા) નિર્મળાબેન ચાવડા, રાબિયા હાજી મહમદ ચૌહાણ, ગુલામ હુસેન, સીદીકખાન, સબિર હુસેન સીદીકખાન, સબિર હુસેન સૈયદ, જુબેદાબેન હુસેનભાઇ પંજા, રમાબેન કિશોરભાઇ સુયાણી, ફાતમાબાઇ મહમદ ફારૂક કાલવાણીયા, બતુલબેન હનીફશાહ શામદાર, જગદીશભાઇ દેવાભાઇ ચારીયા, બબીબેન પરસોતમભાઇ વાળા, બીબીબેન સત્તારભાઇ શેખુ, હલીમા હમીદ ચોપડવા, મુસાફાઇ જમાલભાઇ વાકોટ, બામણીયા કિશનભાઇ ઉકાભાઇ, અનવર મહમદ ચૌહાણ, યુસુફભાઇ ગુલામભાઇ ચૌહાણ, સહિતના ૧૭ સભ્યોએ હાજરી આપેલ અને નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા જે સુચના આદેશ આપશે તે પ્રમાણે આગળ વધશવું

અત્યારે કોંગ્રેસના ૧૭ સભ્યો છે અને બહુમતી માટે ૬ સભ્યો ઘટે છે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ટાણે આ મીટીંગ મળતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓ શરૂ થયેલ છે તેમજ પ્રમુખ ઉપપ્રમુખના નામોની અટળકો શરૂ થયેલ છે.(૬.૮)

(9:58 am IST)
  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST