Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વિસાવદરના વેપારીને સરસઇનાં ત્રણ શખ્સોનો રૂ.૩પ.૭૦ લાખનો ધુંબો

ટાયર અને ડ્રાયફ્રૂના એડવાન્સ લઇ નાણા ઓળવી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : વિસાવદરનાં વેપારીને સરસઇ  ગામના ત્રણ શખ્સો ટાયર અને ડ્રાઇફૂટના માલના એડવાન્સ નાણા લઇ રૂ.૩પ.૭૦ લાખનો ધુંબો મારી દેતા વેપારી આલમમાં હલચલ મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે વિસાવદરના ઇશ્વરીયા (માંડાવડ) ગામે રહેતા વજુભાઇ ભગવાનભાઇ જાંબુડીયા વગેરેને વિશ્વાસમાં લઇ સરસઇનાં રજનીક મુકેશભાઇ વિરડીયા, મુકેશભાઇ કુરજીભાઇ વિરડીયા અને ધનજીભાઇ કુરજીભાઇ વિરડીયાએ ટાયર તથા ડ્રાઇફ્રૂટના માલની ડીલવરીના એડવાન્સમાં રૂ.૩પ.૭૦ લાખ લીધા હતા.

આ પછી માલની ડીલીવરી નહિ થતા વજુભાઇ વગેરેએ પૈસાની ઉઘરાણી કરવા જતાં આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે પોલીસે ફરિયાદ લઇ ત્રિપુટી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:47 pm IST)
  • ગયા એક અઠવાડીયામાં વિશ્વમાં નોધાયેલા નવા કોરોના કેસમાંથી ૪૬% કેસો ભારતમાં નોધાયાનું ડબલ્યુએચઓએ જાહેર કર્યુ છે access_time 6:35 pm IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST

  • તામિલનાડુમાં પણ કોરોના હાહાકાર મચાવે છે: તામિલનાડુમાં પણ ૨૩૩૪૮ નવા કેસ થયા ૨૦૦૬૨ સાજા થયા અને ૧૬૭ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST