Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

બગવદરના રાણા રોજીવાડામાં જુગાર રમતા ૩ શખ્સો ૯ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર, તા. ૫ :. બગવદર પોલીસ હદ વિસ્તારના રાણા રોજીવાડામાં તીનપત્તી જુગાર રમતા ૩ શખ્સોને ૯ હજારની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓએ સૂચના કરતા ઈન્ચા. નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા, પોરબંદર ગ્રામ્યનાઓના માર્ગદર્શન હેઠળ ઈન્ચા. પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.સી. ગોહિલ તથા સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઈટ રાઉન્ડમાં હતા દરમ્યાન લોકરક્ષક વિજયસિંહ છેલાવડા તથા પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમી મુજબ રાણા રોજીવાડા ગામે રેઈડ દરમિયાન જુગાર રમતા મળી આવેલ રાયમલ વૃજલાલ નકુમ (ઉ.વ. ૩૧), નાનજીભાઈ કરશનભાઈ નકુમ (ઉ.વ. ૬૦), કાનાભાઈ પાચાભાઈ ગોરફાડ (ઉ.વ. ૫૮) રહે. ત્રણેય રાણા રોજીવાડાને ગંજીપત્તાના પાના તથા રોકડ રૂ. ૯૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૨ તથા મોટર સાયકલ નંગ ૩ મળી કુલ રૂ. ૫૫૦૦૦ના મુદામાલ સાથે પકડી બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરેલ છે.

આ કામગીરી ઈન્ચા. પો. સબ ઈન્સ. એચ.સી. ગોહિલ તથા લોકરક્ષક સતીષભાઈ સોલંકી, વિજયસિંહ છેલાવડા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, રામદેભાઈ કારાવદરા વિગેરે બગવદર પોલીસ સ્ટેશનના જવાનોએ કરેલ છે.

(11:15 am IST)