Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વેરાવળના ભીડીયા બંદરે ઉકાળાનું ૯૦૦૦ હજાર ડોઝનું વિતરણ

પ્રભાસપાટણ : વેરાવળના ભીડીયા પ્લોટ (બંદર) મુકામે સંયુકત ભીડીયા કોળી સમાજના આગેવાનો દ્વારા ઉકાળાનું વિતરણ કરેલ હતુ. આ ઉકાળામાં જરૂરી દવાઓ સરકારી આયુર્વેદીક દવાખાના પ્રભાસપાટણથી આપવામાં આવેલ અને ભીડીયાના અમિકભાઇ જેઠવા અને તેમની ટીમના સહયોગથી આ દવાઓ ઉપરાંત લીમડો, આદુ, લીંબુ, ફોદીના, અડુસી, ગોળ સહિત અન્ય તાજા દ્રવ્યોનો પ્રક્ષપ કરી દરરોજ ઉકાળો બનાવી પ દિવસમાં આશરે ૯૦૦૦ ડોઝ ઉકાળાનુ વિતરણ કરાયુ. અંતિમ દિવસે સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડીકલ ઓફીસર ડો.જયદીપ લાખાણી દ્વારા રોગપ્રતિકારક શકિત અને આયુર્વેદિક વિષય પર પરિસંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ગોહેલના માર્ગદર્શન હેઠળ તેમજ સંયુકત કોળી સમાજ ભીડીયાના પટેલ રમેશભાઇ બારૈયા, બોટ એશો.ના પ્રમુખ વશરામભાઇ સોલંકી, ભીડભંજન મંડળીના પ્રમુખ નાથુભા વૈશ્ય સહિતના આગેવાનોની મદદથી આ આયોજન સંપન્ન થયેલ છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)

(11:12 am IST)