Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગોંડલમાં ૩૩ વૃક્ષોનું વાવેતર કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ,તા. ૫: શ્રી માંધાના ગ્રુપ ગુજરાતના યુવા અધ્યક્ષ એ વર્તમાન સ્થિતી મુજબ ઓકિસજનની ઘટના કારણે ઓકિસજનનું મહત્વ સમજીને લોકજાગૃતિ હેતુથી ૩૩ વૃક્ષાો વાવી જન્મદિવસ ઉજવ્યો.

હાલની પરિસ્થિતી મુજબ જોવા જઇએ તો સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વતાવ્યો છે. ત્યારે આપણ તે પણ ઓકિસજનનું મહત્વ સમજાયું છે. ત્યારે ગોંડલના યુવા ભાજપ આગેવાન માંધાતા ગ્રુપ ગુજરાતનાં યુવા અધ્યક્ષ તેમજ બજરંગ દળ આરએસએસ તેમજ વિવિધ સામાજીક સંસ્થા સાથે જોડાયેલા હિરેનભાઇ ભુપતભાઇ ડાભીએ પોતાના ૩૩માં જન્મદિવસ નિમિતે ૩૩ વૃક્ષો વાવી તેનુ નામકરણ કર્યું હતું. તેમજ આજીવન વૃક્ષોની જાળવણી કરવાની નેમ લીધી છે. વર્તમાન સ્થિતીમાં જ્યારે ઓકિસજનની ઘટ જોવા મળી રહી છે. ત્યારે ભવિષ્યમાં કુદરતી રાતે લોકશુધ્ધ ઓકિસજન મેળવી શકે તેના માટે વૃક્ષો જ એક માત્ર હોય વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરીને લોકો માટે એક પ્રેરક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ રીતે વૃક્ષારોપણ દ્વારા અન્ય યુવાનોને પણ એક અલગ રીતે જન્મદિવસ ઉજવવાની પ્રેરણા પુરી પાડી છે.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેમના મિત્રો પણ જોડાયેલ હતા. જેમાં હિતેશ શીંગાળા, પીયુષ રાદડીયા, દિવ્યેશ સાવલીયા, કિશન મકવાણા તેમજ અન્ય સભ્યો જોડાયેલ હતા.

(11:11 am IST)