Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોરબીના જુના ધુટુ રોડ પરથી કારમાં દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રઃ મોરબીના જુના ધુટુ રોડ પર સ્મશાન નજીકથી મારુતિ સુઝુકી કારમાંથી વિદશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડીવીઝન પી આઈ વિરલ પટેલની સુચનાથી પીએસઆઈ આર બી ટાપરિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના ભગવાનભાઈ ખટાણા અને રમેશભાઈ મુંધવાને બાતમી મળેલ જેના અઆધારે મોરબીના જુના ધુટુ રોડ પર સ્મશાન નજીકથી મારુતિ સુઝીકી કાર જીજે ૦૯ બીએ ૮૪૫૬ કીમત રૂ. ૧,૫૦,૦૦૦ વાળીમાં આરોપી ભાવેશ નીરુભાઈ જાદવ રહે-ધ્રાંગધ્રા નરસીહપરા મુનકાની વાડી પાસે કોંઢ રોડ તથા આરોપી પાર્થ ઉર્ફે પીન્ટુ કલ્પેશભાઈ ઠક્કર રહે-દેપાળાના ચોરા પાસે મોટી શેરીમાં ધ્રાંગધ્રા વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૦ કીમત રૂ.૫૧,૮૪૦, મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૨૫૦૦ અને કાર રૂ.૧,૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ. ૨,૦૪,૩૪૦ સાથે બંનેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ આર બી ટાપરીયા, બી આર ખટાણા, ડી એચ બાવળીયા, એન એમ ગોસ્વામી, વનરાજભાઈ ચાવડા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, દેવસીભાઈ મોરી, શકિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ રાંકજા અને રમેશભાઈ મિયાત્રા સહિતની ટીમે કરેલ છે.

મોરબીની આયુષ હોસ્પિટલ નજીકથી બાઈક ચોરી

ટંકારામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ દિલીપભાઈ પટેલનું બાઈક જીજે ૦૩ એફજી ૨૫૭૨ કીમત રૂ.૨૫,૦૦૦ વાળું આયુષ હોસ્પિટલ નજીકથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ જેઠવા ચલાવી રહ્યા છે.

(12:59 pm IST)
  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST