Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જુનાગઢમાં દુધની ડેરીની આડમાં પાન-મસાલા, સીગારેટ-તમાકુના વેચાણનો પર્દાફાશ

આંશિક લોકડાઉન-કફર્યુ વચ્ચે : રૂ.૧૯૯૦ના મુદામાલ સાથે વેપારીની ધરપકડ

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ : આંશિક લોકડાઉન કર્ફયુ વચ્ચે જુનાગઢમાં દુધની ડેરીની આડમાં પાન મસાલા, સીગારેટ, તમાકુના વેચાણનો પોલીસે પર્દાફાશ કરી વેપારીની રૂ.૧૯૯૦ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

કોરોના મહામારીને લઇ જુનાગઢ સહિત ર૬ શહેરોમાં આંશીક લોકડાઉન અને રાત્રી કફર્યુ અમલમાં છે ત્યારે જુનાગઢમાં ચોબારી રોડ પર ક્રિષ્ના ડેરી નામની દુકાન ધરાવતો હિતેશ મનસુખ સાંગાણી કફર્યુમાં પણ ડેરી ખુલ્લી રાખીને પાન-મસાલા વેચતો હોવાની જાણ થતાં બી ડીવીઝનના પી.આઇ. રાઠોડના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ દેવાયતભાઇ વગેરે દોડી ગયા હતા.

ક્રિષ્ના ડેરીમાં તપાસ કરતા દુધની ડેરીની આડમાં હિતેષ સાંગાણીને પાન મસાલા તમાકુ સીગારેટ વેચતો પોલીસે પકડ પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ડેરીમાંથી ગોલ્ડ ફલેક સીગારેટ, ફોર સ્કેવર કસ સીગારેટના પેકેટ તેમજ બુધાલાલ તમાકુનું પેકેટ, શ્રીજી પતી ખેડુત છાપ તમાકુ તેમજ વિમલ પાન મસાલા અને તમાકુ ઉપરાંત સાયના બીડી, માવા પાર્સલ વગેરે રૂ.૧૯૯૦ની કિંમતનો મુદામાલ કબ્જે કરી હિતેશ મનસુખ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:54 pm IST)
  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • પશ્ચિમ બંગાળનું સુકાન ત્રીજી વખત સંભાળતા મમતા બેનર્જી.. આજે સવારે તેમણે મુખ્યમંત્રીપદના સોગંદ લીધા તે સમયની તસવીર access_time 11:08 am IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 391 અને ગ્રામ્યના 170 કેસ સાથે કુલ 561 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:33 pm IST