Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જૂનાગઢમાં કોરોના મહામારી મુદ્દે વિજયભાઈ ને રજૂઆત કરવા જતા NCP નેતા રેશ્મા પટેલની અટકાયત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::જુનાગઢ ખાતે NCP નેતા રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી હતી.

કોરોના મહામારીમાં ગુજરાતની જનતા ને હોસ્પિટલોમાં પડતી મુશ્કેલી દવાઓ, ઓક્સિજન બેડ, તેમજ સ્વાસ્થ્ય ને લગતી સુવિધાઓ પડી‌ ભાંગી છે ત્યારે ત્યારે તાત્કાલીક ધોરણે આ તમામ સુવિધાઓ ગુજરાતની જનતાને પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરવા જતાં NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ની અટકાયત કરીને જુનાગઢ સી ડિવિઝન લઈ જવામાં આવ્યા હતા.

(11:53 am IST)
  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST