Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ધ્રાંગધ્રા સબ જેલમાં દારૂ પીધેલી હાલતમાં ૩ આરોપી ઝડપાયા

વઢવાણ, તા., ૫: ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા જેલમાં એકાએક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ત્યારે જેલના કેદી ધ્રાંગધ્રાના જુસબ ઉર્ફે જુસણો અલ્લારખા ભટ્ટી જેનાબાદના અશોકભાઇ રેવાભાઇ મકવાણા અને પાટડીના ખારા ઘોઘાના સાગરભાઇ ભાવસંગભાઇ ચકુમા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી સીટી પોલીસે ત્રણેયની ધરપકડ કરી સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધી હતી.

પાટડીમાં જુગાર રમતા ત્રણ ઝબ્બે

પાટડીના ટીંબા પાસમાં પોલીસે દરોડો પાડી ચકલા, કુઇના જુગાર રમતા વિનોદ મહાદેવભાઇ ઠાકોર, મનોજભાઇ હિરાભાઇ ઠાકોર અને મનસુખ રાભાભાઇ ઠાકોરને રોકડ રૂ. ૫૯૭૦ અને સાહિત્ય સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ ઘટનામાં ભરતભાઇ નરશીભાઇએ ફરીયાદ કરી હતી.

(12:56 pm IST)