Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

મોરબી પાસે માસુમ બાળા પર હેવાનીયત આચરનાર સુરજ ત્રણ દિ'ના રિમાન્ડ પર

બાબાપરના દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા ફટકારવાના નવા કાયદા હેઠળ કાર્યવાહી થાય તેવી રાજયમાં મોરબીમાં ત્રીજી ઘટનાઃ આરોપી સામે ફીટકાર

તસ્વીરમાં આરોપી સુરજ સાથે પોલીસ કાફલો નજરે પડે છ. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ -મોરબી)

મોરબી, તા., પઃ મોરબીમાં અઢી વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાના બનાવમાં પકડાયેલ નરાધમ બિહારી શખ્સને કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

પકડાયેલ આરોપી સુરજ ચૌહાણને ગત મોડી સાંજે તાલુકાના પીએસઆઇ શકિતસિંહ ગોહીલ તથા સ્ટાફે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

 મોરબીના જેતપર રોડ પરના બેલા નજીક સિરામિક ફેકટરીમાં મજુરી કરતા પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેણે હવસનો શિકાર બનાવી હત્યા કરી મૃતદેહને પાણીના ખાડામાં ફેંકી દેવામાં આવ્યો હતો ગુરુવારે રાત્રીના માતાપિતા કુદરતી હાજતે ગયા હોય ત્યારે માસૂમ બાળકી તેના ભાઈ સાથે ઓરડીમાં સુતી હતી જયાંથી તેનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા અને પરિવારે આખી રાત્રી સુધી શોધખોળ કરી હતી જોકે તેનો પત્ત્।ો લાગ્યો ના હતો અને સવારે પાણીના ખાડામાં અઢી વર્ષની બાળકીનો મૃતદેહ હોવાની ખબર પડતા પરિવાર પહોંચી ગયો હતો અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતની ટીમ પહોંચી હતી જે બાળકીને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ મોકલ્યો હતો અનેઙ્ગ બાળકીના રાજકોટ ફોરેન્સિક પીએમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હોવાનું ફલિત થતા તાલુકા પોલીસે પિતાની ફરિયાદને આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ઘ અપહરણ, હત્યા અને પોસ્કો એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ ચલાવી હતી. અને રાત્રીના સમયે મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડી પાસે બસની રાહ જોઈ બેસેલો બિહારી યુવાન સુરજ ચૌહાણ નામના આરોપીને દબોચી લેવાયો છે તો આરોપી ઝડપાયા બાદ તેની ઓળખ પરેડ કરવામાં આવી હતી

જમ્મુ કાશ્મીરના કઠુઆ તેમજ ઉનાની દુષ્કર્મની ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ સગીર બાળકી પર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજા ફટકારવાના થયેલ સુધારા બાદ સુરત અને જામનગરમાં દુષ્કર્મની ઘટના બાદ મોરબીમાં ત્રીજી ઘટના સામે આવી છે.

અઢી વર્ષની બાળકી પર હેવાનીયત ગુજારનાર આરોપી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

(12:55 pm IST)