Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

બોટાદઃ પૂ. કરશનદાસબાપુની મધ્યસ્થીથી સમાધાન

બોટાદઃ ૬ વર્ષ પહેલા રૂપાવટી દરબાર દેવકુભાઈ તથા સુરાભાઈ તથા રવુભાઈ (ઉમરાળી) તથા ઘુઘાભાઈ (કોટડા) દ્વારા ભેસાણના પટેલ અગ્રણી ભુપતભાઈ ભાયાણી ઉપર ફાયરીંગ કરાયા બાદ પરમધામના મહંત શ્રી કરશનદાસબાપુએ રૂપાવટી દરબાર અને ભેસાણ, કોટડાના પટેલોને પરબની જગ્યામાં બોલાવી સમાધાન કરાવ્યુ હતું. આ તકે ચોટીલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભરતભાઈ ધાધલ (પીપળીયા) તથા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ (નાગેશ્રી) તથા દડવા સરપંચ ભુપતભાઈ વાળા તથા સરંભડા દરબાર ભાભલુભાઈ વાળા તથા પ્રતાપભાઈ બસીયા (ગળથ) તથા બાબભાઈ ખુમાણ (ચાવંડ) તથા બોટાદ કાઠી ક્ષત્રિય સેના (સૂર્ય સેના)ના પ્રમુખ સામતભાઈ જેબલીયા તથા દેવકુભાઈ વિકમા (રૂપાવટી) તથા સુરાભાઈ વિકમા (રૂપાવટી) તથા જયરાજભાઈ વિકમા (રૂપાવટી) તથા રવુભાઈ બસીયા (ઉમરાળી) તથા ધીરૂભાઈ બસીયા અને અનકભાઈ બસીયા (કાઠમા) વિગેરેની ઉપસ્થિતિમાં પ.પૂ. શ્રી કરશનદાસબાપુ એ દરેકનું મોઢુ મીઠુ કરાવી સમાધાન કરાવેલ તેથી કોર્ટમાં કેસ ચાલી જતા તમામને નિર્દોષ છોડી મુકવામાં આવતા કાઠી ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી સાથે પરબધામ મહંત શ્રી પ.પૂ.શ્રી કરશનદાસબાપુનો આભાર માનીને સર્વે ડાયરો પરબધામમાં પ.પૂ.શ્રી કરશનદાસબાપુના દર્શને ગયેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:26 am IST)