Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

જસદણ પાલિકાની મળનારી સામાન્ય સભામાં તડાપીટ બોલવાની શકયતા

જસદણ તા.૫: જસદણ નગરપાલિકાની મિટીંગ ગુરૂવારે સવારે ૧૧ કલાકે પાલિકા કચેરીના મીટીંગ હોલમાં યોજાવાની છે ત્યારે ભાડા વેચાણ, મંજુરી,એજન્સી જેવા અનેક મુદ્દાઓ ઉપરાંત કારોબારી ચેરમેન પદને લઇ સભામાં તડાપીટ બોલે તેવી શકયતા છે. ગત નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોઇ ઘર્ષણ થાય તે માટે ૧૮ પોલીસ જવાનો ૧ પી.આઇ ૧ પી એસ આઇએ બંદોબસ્ત ગોઠવી દીધાના સમાચારની હજુ શાહી શુકાય નથી ત્યાંજ આગામી ગુરૂવારે સામાન્યસભામાં વિશેષ પોલીસ બંદોબસ્ત રહેશે જો કે ગત સામાન્ય ચુંટણીમાં બધુ પાર ઉતરી ગયુ હતુ અને ભાજપના ૨૩ સભ્યોએ પાર્ટીના આદેશને વળગી મતદાન પણ કર્યુ હતુ ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં કુલ મળી ૩૬ એજન્ડા લેવામાં આવ્યા છે જે અંગે ચીફ ઓફિસરે દરેક સભ્યોને લેખિત જાણ પણ કરી છે. આ સભા જસદણ વાસીઓની હીતમાં થતી હોય ત્યારે ૨૮ ચૂંટાયેલા સભ્યો એક એક મુદાને વાંચી વિચારી પછી જ પોતાનો અભિપ્રાય આપી ઠરાવો મંજુર નામંજુર કરશે વર્ગ વાંવણા ન થાય અને શહેરનુ અહિત થતી બાબતોને પણ સભ્યો ધ્યાનમાં લ્યે તે જરરી છે ભાજપની બહુમતી છે ત્યારે પાર્ટી નકકી કરે તે કારોબારી ચેરમેન પદ લેશે પણ આ અંગે ભાજપના સદસ્ય ગભરૂભાઇ ઉનડભાઇ ઘાઘલએ જણાવ્યું.

ભાજપમાં છેલ્લા ૨૮ વર્ષથી સેવા છે અને પાર્ટીને મજબુત બનાવવા અમે લોહી પાણી એક કર્યુ છે ત્યારે વફાદારી કામગીરી પ્રત્યે નવા કારોબારી ચેરમેન પદ માટે વિચારવાનો સમય આવી ગયો છે.

(11:22 am IST)