Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કેશોદમાં પહેલા ર્ગભમાં બાળકનું પછી કોરોનાગ્રસ્ત મહિલાનું મોત ખ્નિપજતા અરેરાટી

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. પ : કેશોદમાં એક ગર્ભવતી મહિલાની તબિયત ખરાબ થતા ૬ દિવસ પહેલા કોવિડ-૧૯ એનસીપી.સી.આર. ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. મહિલાના સંબંધીઓએ મહિલાને જુનાગઢની સરકારી હોસ્પિટલમાં ર દિવસ સારવાર માટે રોકાણ કર્યું હતું અને જાતે જ ડિસ્ચાર્જ થયા હતા તેમ છતા ઓકસીજન લેવલ સતત ઘટતું જતું હતું આથી મહિલાને તેમના સંબંધીઓએ ગત શુક્રવારના બપોરે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

જયાં તે જ દિવસે ગર્ભમાં રહેલ ૬ માસના બાકળના ધબકારા ન સંભળાતા ન હોવાની શંકા જતા સીજરીયન કરાવવાની ફરજ પડી હતી જેમાં બાળક મૃત હાલતમાં જન્મયુ હતું જેના સારવારના ર૪ કલાક વિત્યા બાદ મહિલાનું પણ મોત નિપજયું હતું આ ઘટનાના પગલે મહિલાના પરિવારમાં શોક છવાયો હતો.

(1:29 pm IST)