Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

જેતપુરના કાગવડ પાસે પવન બાયોડીઝલમાં ભેળસેળઃ રૂ. ૨.૩૬ લાખનો મુદ્દામાલ સીઝ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૫ :. હાઈવે પર બાયોડીઝલના નામે ચાલતા પંપમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા દરેક વખતે ગેરરીતિઓ બહાર આવે છે છતા ફરી ધમધમવા માંડે છે જાણે કાયદાની કોઈ બીક જ ન હોય તેમ કાગવડના પાટીયા પાસે બાયોડીઝલ પંપમાં ભેળસેળ થતી હોવાની ફરીયાદના આધારે તંત્રએ રેડ કરતી ગેરરીતિ ખુલી છે.

તાલુકાના કાગવડ ગામની ચોકડી પાસે આવેલ પવન બાયોડીઝલ નામથી ચાલતા બાયોડીઝલ પંપ ખાતે પેટ્રોલીયમ પેદાશોમાં ભેળસેળ થતી હોવાથી ફરીયાદના આધારે તાલુકા મામલતદાર ડી.એ. ગીનીયા, વી.એમ. કારીયા (મામલતદાર), જે.આર. ગોહિલ, એચપીસીએલ ફીલ્ડ ઓફિસર બીરજુપ્રસાદ શાહુ, એન.કે. લાખાણી, કે.યુ. જાડેજા, એમ.એચ. લાલસરા, કે.ેમ. ચાવડાએ પવન બાયોડીઝલ પંપમાં ચેકીંગ કરતા આ પેઢીની ગત તા. ૨૩-૬૨૦ના રોજ ૭.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરેલ. જેનુ સીલ તૂટી ગયેલ હોય પ્રમાણપત્રો, હિસાબ, લાયસન્સ ન હોય તેમજ ભેળસેળયુકત પેટ્રોલીયમ પદાર્થનું વેચાણ કરવામાં આવતુ હોવાનંુ માલૂમ પડતા પેટ્રોલીયમ પ્રવાહી ૨૦૦૦ લીટર કિં. ૧.૧૬ લાખ, ૧૫૦૦૦ લીટરની લોખંડની ટાંકી ૧ કિં. રૂ. ૫૦,૦૦૦, ડિસ્પેચીંગ યુનિટ-૧ કિં. ૭૦,૦૦૦ મળી કુલ રૂ. ૨.૩૬ લાખનો મુદામાલ સીઝ કરી જાળવણી માટે પેઢીના માલિક શોએબ સલીમભાઈ સોલંકીને સોંપી ગેરકાયદેસર પ્રવૃતિ આચરવા બદલ વિરપુર પોલીસમાં તેની વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૩, ૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:22 pm IST)