Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પોરબંદરમાં શારીરીક સંબંધની ના પાડતા બાળાને યુવાને માર માર્યોઃ પોસ્કો મુજબ ગુન્હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. પ : એક યુવકે બાળા સાથે સંબંધ કેળવીને બાળાને ગેસ્ટ હાઉસમાં લઇ જઇને જાતીય સતામણી કરીને શારીરીક સંબંધની માગણી કરતા જેની ના પાડતા યુવાને બાળાને માર માર્યાની ફરીયાદ થઇ છે.

એક યુવાને બાળા સાથે સંબંધ રાખીને ફોસલાવીને ગેસ્ટહાઉસમાં લઇ ગયેલ અને બાળાની જાતીય સતામણી કરીને શારીરીક સબંધ રાખવાનું દબાણ કરતા બાળાએ ના પાડતા યુવકે બાળાને માર માર્યો હતો. બાબાની જાતીય સતામણી અને માર મારનાર યુવાન સામે પોસ્કો હેઠળ ગુન્હો નોંધાયો છે.

(1:18 pm IST)