Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પડધરીમાં કોરોના સંક્રમણ રોકવા માટે પોલીસ દ્વારા દંડ અને માસ્‍કનું વિતરણ

પડધરી : ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્‍ય નાઓ દ્વારા તાજેતરમાં રાજ્‍યમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા સારૂ કડક હાથે કાર્યવાહી કરવા અને માસ્‍ક ન પહેરતા અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનો ભંગ કરતા ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અનુસંધાને મ્‍હે. પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઇન્‍ચાર્જના પો.અધિ.ગોંડલ વિભાગ શ્રી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમણ અટકાવવા અને નાગરીકોની આરોગ્‍ય રક્ષા માટે માસ્‍ક અનિવાર્ય હોય જેથી માસ્‍ક પહેરવાની સમજ કરવા જણાવેલ હોય જે અનુસંધાને પડધરી પો.સ્‍ટે. વિસ્‍તારમાં માસ્‍ક નહી પહેરનાર ૫ ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી રૂપિયા ૫૦૦૦ દંડ તથા એક ઇસમ વિરૂધ્‍ધ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ભંગ કરતા જાહેરનામા ભંગનો કેશ કરવામાં આવેલ તેમજ ૧૦૦ લોકોને માસ્‍કનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં પો.સબ.ઇન્‍સ. વી.એમ.લગારીયા તથા પડધરી પોલીસ સ્‍ટાફ રોકાયેલ હતા. (તસ્‍વીર-અહેવાલ : મનમોહન બગડાઇ -પડધરી)

(1:00 pm IST)