Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બિલેશ્વર નજીક ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્‍યા પુરૂષનું મોત

વાલીવારસની શોધખોળ કરતી બી-ડિવીઝન પોલીસ

રાજકોટ તા. ૫: મોરબી રોડ બિલેશ્વર નજીક બેડી ગેઇટ સિગ્નલ પાસે રાતે અજાણ્‍યો પુરૂષ આશરે ૪૫ થી ૪૮ વર્ષનો પુરૂષ ટ્રેનની ઠોકરે ચડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. બિલેશ્વર રેલ્‍વે સ્‍ટેશનના માસ્‍તર અસ. કે. પાંડેએ બનાવ અંગે જાણ કરતાં શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમના ઇન્‍ચાર્જ રાજુભાઇ મકવાણાએ બી-ડિવીઝન પોલીસને વાકેફ કરતાં હેડકોન્‍સ. અશ્વિનભાઇ રાઠોડે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકે પીળા રંગનો શર્ટ પહેર્યો છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ પરીચીત સગા સંબંધી હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:24 pm IST)