Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મોરબીમાં કોરોના જાગૃતિ પોસ્ટર

 મોરબીઃ  જીલ્લાની શાળાઓ તથા જાહેર સ્થળોમાં 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારાં કોરોના વિશેની માહિતી વિધાર્થીઓ તથા વાલીઓને વિસ્તૃત જાણકારી મળે એ હેતુથી બેનર અને પોસ્ટર બનાવ્યા છે. જેમાં ૧૬ પ્રકારનાં બેનર તથા ૧૩૦ જેટલી માહીતી આપવામાં આવી છે. નગર પાલિકા સંચાલિત 'કેશર બાગ' ખાતે કોરોના અંગે જાગૃતિ લાવવા માટે ચાર્ટ- પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે પોસ્ટર પ્રદર્શન માટે મોરબી નગરપાલિકાના નીરંજનભાઈ ભટ્ટ અને સ્ટાફે વ્યવસ્થા કરી આપી હોય જે બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટ અને દીપેન ભટ્ટે પાલિકા ટીમનો આભાર વ્યકત કર્યો હતો. કોરોના જાગૃતિ પોસ્ટરો મુકવામાં આવ્યા તે તસ્વીર.

(12:06 pm IST)