Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

જામનગરના દરેડ વિસ્તારમાં અવર-જ્વર પર પ્રતિબંધ : પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવાયો

જામનગરના દરેડમાં બાળકને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ કિસ્સા બાદ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે કોરન્ટાઈન કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આગામી 14 એપ્રિલ સુધી દરેડ વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.અને જેનો ભંગ કરનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો તાત્કાલિક અસરથી પોલીસ અને એસઆરપી સહિતના સ્ટાફને ગોઠવી આ વિસ્તારમાં અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(11:17 pm IST)