Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

માછીમાર સમાજ માટે રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

કોરોનાની મહામારીને લઇને બેરોજગાર થયેલા

પ્રભાસ પાટણ તા. ૪ :.. અત્યારે દેશ અને દૂનિયામાં કોરોનાં વાયરસે હાહાકાર મચાવેલ છે અને તમામ લોકોનાં કામ ધંધાઓ બંધ છે. ત્યારે ગુજરાત રાજયમાં નાનાથી લઇ મોટા તમામ માચ્છીમારોનાં ધંધાઓ તા. ૧૮ માર્ચથી સંપૂર્ણ બંધ હાલતમાં છે. જેથી આ ગરીબ માચ્છીમારોના પરિવારો ખુબ જ આર્થિક ભીસનો સામનો કરી રહેલ છે. અને ખાવાના સાસા પડવા લાગેલ છે.

મોટાભાગનાં માચ્છીમારો રોજનું કમામને ખાતા હોય છે. તેમની પાસે કોઇ બચત હોતી નથી અને આવા કપરા સમયમાં તેઓને ગુજરાન ચલાવવું અતિ કઠીન બનેલ છે. આવા નાના અને ગરીબ માચ્છીમારોને કોઇ આર્થિક (નાણાંકીય) સહાયનું પેકેજ જાહેર કરવામાં આવે જેથી આવા નિઃસહાય માચ્છીમારો આ કુદરતી આફતની સામે લડી શકે અને પોતાનું તથા પરિવારનું અસ્તિત્વ ટકાવી શકે.

અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં ઉપપ્રમુખ દિલીપભાઇ આંજણી (સુત્રાપાડા બંદર) અને સુત્રાપાડા તા. પં. નાં સદસ્ય કાનજીભાઇ જીવાભાઇ સીકોતરીયાએ ગીર-સોમનાથ જીલ્લા એસ. ડી. એમ.નાં માધ્યમથી ગુજરાતનં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે. અને સહાય પેકેજ આપવા માગણી કરેલ છે.

(11:44 am IST)