Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ ઉપર ફ્રી સ્ટોરેજની સર્વિસ

ફ્રી સ્ટોરેજ સુવિધા માટે હકારાત્મક નિર્ણય : ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક કાયદેસર સંસ્થાઓની માર્ગદર્શિકાઓને અનુરૂપ સલામત કામગીરી

અમદાવાદ,તા. ૪ : પિપાવાવ, ભારત-એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ૧થી ૧૫ એપ્રિલ, ૨૦૨૦ સુધી તમામ કન્ટેઇનર્સ માટે ફ્રી સ્ટોરેજ સર્વિસ લંબાવી છે, જેમાં બંને દિવસ સામેલ છે. તાજેતરમાં કોવિડ-૧૯ રોગચાળાને કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન વચ્ચે એક્ષ્ટેન્ડેડ લોજિસ્ટિક ચેઇન સાથે ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી ઓફર કરશે તથા વસ્તીની સલામતી સુનિશ્ચિત કરવા વિસ્તૃત પગલાં લેશે. ડાઉનસ્ટ્રીમ સર્વિસીસ પર અસરને કારણે બંદર પર સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અપેક્ષિત છે. અમારા પોર્ટ પર ફ્રી સ્ટોરેજ સુવિધાથી અમારા ગ્રાહકોને આગળ જતાં લોજિસ્ટિકની યોજના બનાવવામાં અને સપ્લાય ચેઇનને જાળવવામાં મદદ મળશે. સ્ટોરેજ સાથે સંબંધિત કોઈ પણ પૂછપરછ માટે અમારી કમર્શિયલ ટીમો જોડાણ કરીને ખુશી અનુભવશે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, અમારા પોર્ટ પર ફ્રી સ્ટોરેજ સર્વિસનું એક્ષ્ટેન્શન તેમની ચીજવસ્તુઓની આગળ અવરજવર માટે અમારા ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી આપશે.

             અમે આ પડકારજનક સમયમાં અમારા ગ્રાહકો માટે સપ્લાય ચેઇનને સરળ બનાવવા કટિબદ્ધ છીએ અને આ એ દિશામાં નાનું પગલું છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટ પર કોવિડ-૧૯ને પગલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજીએસ), ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક કાયદેસર સંસ્થાઓની માર્ગદર્શિકાઓને અનુરૂપ સલામત કામગીરી જાળવી રાખશે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ચગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ કન્ટેઇનર્સ, રો-રો (પેસેન્જર કાર), લિક્વિડ બલ્ક અને ડ્રાઈ બલ્ક કાર્ગો માટે ભારતનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે ભારતનાં અંતરિયાળ વિસ્તાર અને ઉત્તરપશ્ચિમ વિસ્તારોને રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતનાં ગ્રાહકોને સેવા આપે છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં ૧.૩૫ મિલિયન ટીઇયુ કન્ટેઇનર્સ, ૨૫૦,૦૦૦ પેસેન્જર કાર, ૨ મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને ૪ મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્ક સામેલ છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતનું પ્રથમ સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) પોર્ટ છે અને એપીએમ ટર્મિનલ્સનાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.

(2:14 pm IST)