Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

વિચારધારા ભાજપનો પ્રાણ, કાર્યકર્તા ભાજપનો ધબકાર

કાલે સૌથી મોટા રાજકીય પક્ષ 'ભાજપ'નો ૩૯ મો સ્થાપના દિવસ

લોકશાહી વરેલા દેશો માટે અને લોકશાહી સફળતા માટે ચોક્કસ ધ્યેય સાથેના રાજકીય પક્ષો હોવા જરૂરી છે.  ધ્યેય    સાથેના રાજકીય પક્ષો હોવા જરૂરી છે. ધ્યેય અને વિચારધારા સાથેના રાજકીય પક્ષોના અસ્તિત્વમાં જ લોકશાહી જીવંત અને   સક્રિય રહી શકે. લોકશાહીને તંદુરસ્ત અને ચિરંજીવ રાખવા મૂલ્યનિષ્ઠ રાજકીય પક્ષોનું હોવું આવશ્યક અને અનિવાર્ય છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં સેંકડો રાજકીય પક્ષો છે, પણ તેમાં ધ્યેય આધારિત અને  વિચારધારાને વરેલા રાજકીય પક્ષોનો અભાવ જોવા મળે છે. કોંગ્રેસ તેમને દેશનો સૌથી જૂનો અને મોટો પક્ષ ગણાવે છે.  સવાસો વર્ષ જૂનો પક્ષ છે, પરંતુ પક્ષામાં માત્ર ને માત્ર નહેરુ ગાંધી પરિવારને જ મહત્વ આપવામાં આવે છે. પક્ષમાં વંશીય   નેતાઓનું જ વર્ચસ્વ છે. કોંગ્રેસને વિચારધારા સાથે કંઈ લેવા-દેવા નથી, ઢોંગી બિન સાંપ્રદાયિકતા અંચળા હેઠળ મુસ્લિમોનું   તુષ્ટિકરણ કરનાર પક્ષ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. ભારતીય રાજનીતિમાં ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા અને મૂલ્યો  આધારિત પક્ષ છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય સલામતી, લોકતંત્ર અને વિકાસને પ્રતિબદ્ઘ એવો ભાજપ ભારતીય માટે એક   માત્ર આશાનું કિરણ બની રહ્યો છે. એકમાત્ર ભાજપમાં વિચારધારાને મહત્વ, દેશવ્યાપી વિરાટ સંગઠન, મૂલ્યનિષ્ઠ રાજનેતાઓ,   કર્મઠ કાર્યકર્તાઓ જોવા મળે છે.

     ભારતના હજારો રાજકીય પક્ષોમાં એકમાત્ર ભાજપ જ એવો રાજકીય પક્ષ છે જે 'કાર્યકરો'નો પક્ષ ગણાય છે. ૨૦૦૫માં   ભાજપાએ એમનું રજતજયંતી વર્ષ ઊજવ્યું. આ રજતજયંતીના વર્ષમાં માન. શ્રી અડવાણીજીએ જણાવ્યું હતું કે, શ્નરજતજયંતીના ખરા નાયકો ભાજપાના કાર્યકરો હોવું એ ગૌરવની વાત છે. કાર્યકર્તાઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબદ્ઘતા, સમર્પણની ઉમદા   ભાવના અને જાતને ભૂલીને કામ કરવાની વૃતિ અનેરી, આગવી અને અદભૂત છે. ભારતના દરેક રાજકીય પક્ષને કાર્યકર્તાનો પ્રશ્ન સતાવે છે. દરેક પક્ષ પાસે કાર્યકર્તાઓની સંખ્યા ખૂબ ઓછી છે. એકમાત્ર ભાજપ જ કાર્યકર્તાઓનો પક્ષ છે. ભાજપ પાસે કર્મઠ   કાર્યકર્તાઓની સંખ્યા ખૂબ મોટી છે. ભાજપની એક આગવી અને વિશિષ્ઠ બાબત એ છે કે પક્ષમાં સૌ કોઈ પોતાની જાતને   કાર્યકર્તા જ સમજે છે. પં. દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા હોવા છતાં તેમણે કદી પોતાને નેતા માન્ય જ નહોતા.પોતાની જાતને તેઓ કાર્યકર્તા જ માનતા. દેશમાં જ નહિ, દુનિયામાં પણ એકમાત્ર ભાજપ કાર્યકર્તાઓનો પક્ષ ગણાય છે.   ભાજપની મૂડી એમના કાર્યકર્તાઓ છે. સક્ષમ, ત્યાગી, નિષ્ઠાવાન અને કર્તવ્યવાન કાર્યકર્તાઓ ભાજપાની ઓળખ છે. કાર્યકર્તાઓની તાકાત અને તપસ્યા કારણે પાર્ટીની તાકાત ઊભી થઈ છે. કાર્યકર્તાઓમાં પ્રબળ પારિવારિક ભાવના સૌને એક  તાંતણે બાંધી રાખે છે.

ભાજપનો સંસદીય ઈતિહાસ

વર્ષ

બેઠક

૧૯૮૦

૩૧

૧૯૮૪

૧૯૮૯

૯૬

૧૯૯૧

૧૨૭

૧૯૯૬

૧૬૧

૧૯૯૮

૧૮૨

૧૯૯૯

૧૮૨

૨૦૦૪

૧૩૮

૨૦૦૯

૧૧૬

૨૦૧૪

૨૮૨

કાર્યકર્તા એટલે ?

     ખરેખર  'કાર્યકર્તા'એ લખવાનો કે બોલવાનો વિષય નથી. કાર્યકર્તા એટલે રાષ્ટ્રના સાર્વજનિક જીવનમાં અગ્રેસર રહી  બહુઆયામી દૃષ્ટિકોણ સાથે અનેકવિધ કર્યો પાર પાડવાનું ભગીરથ કર્તવ્ય નિભાવતો જીવંત વ્યકિત. રાજકીય કાર્યકર એક એવી વ્યકિત છે, જે માને છે કે તેનું પરમ કર્તવ્ય તેનું રાષ્ટ્ર અને પોતે પસંદ કરેલ પક્ષ પ્રત્યે છે. કાર્યકર્તાનું  શુદ્ઘ આચરણ એ જ તેની ઓળખ છે. 

     પં. દીનદયાળજી કાર્યકર્તાઓના આદર્શ હતા. પં. દીનદયાળજીનું સમગ્ર જીવન કાર્યકર્તાઓ માટે અનુકરણીય રહ્યું છે. પંડિતજી માનતા કે કાર્યકર્તાએ લોકો સાથે સતત સંપર્કમાં રહી સંવાદ કરતા રહેવું જોઈએ. સન ૧૯૫૬માં દીનદયાળજીએ   'ઓર્ગેનાઇઝર' માં લખ્યું હતું કે, 'આપણા પોતાના જનસંઘના હિતમાં આપણે સામાન્ય જનને આપણી દ્રષ્ટિ સમક્ષ રાખવો જોઈએ.  સામાન્ય માણસ ભલે સામાન્ય લાગે, પણ વાસ્તવમાંતે ઘણો મેઘાવી હોય છે. હું જનસંઘને એવા સામાન્ય વ્યકિતઓનું સંગઠન બનાવવા ઇરછું છું' દીનદયાળજી ઇરછતા હતા કે જનસંઘ એક એવી રાજકીય પાર્ટી બંને કે જે પાર્ટીમાં લોકોની સેવામાં સમર્પિત  હોય એવા કાર્યકર્તાઓની મોટી સંખ્યા હોય.

કાર્યકર્તાઓ  ભાજપાની કરોડરજ્જુ

માનવીના શરીરમાં કરોડરજ્જુનું સ્થાન મહત્વનું છે. કરોડરજ્જુનો એકાદ મણકો જરા સરખો પણ ખસી જાય તો માનવી   માટે જીવન જીવવું દોહ્યલું  થઈ જાય છે. 'સ્પાઈન લેસ' શરીર કોઈ કામમાં નથી આવતું. ભાજપમાં પણ તેના કાર્યકર્તા   કરોડરજ્જુ સમાન મહત્વના સ્થાને બિરાજે છે. દરેક રાજકીય પક્ષને કાર્યકર્તાઓનો પ્રશ્ન સતત સતાવે છે. દરેક પક્ષ પાસે 'સભ્ય' સંખ્યા અસંખ્ય છે, પણ 'કાર્યકર્તા' ખૂબ ઓછા છે. એક માત્ર ભાજપ પાસે જ નિષ્ઠાવાન, મૂલ્યવાન અને કર્તવ્યવાન    કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે. દેશમાં એકમાત્ર ભાજપ જ કાર્યકર્તાઓનો પક્ષ ગણાય છે. દેશમાં એકમાત્ર ભાજપ જ સૌથી   મોટી સંગઠિત પાર્ટી ગણાય છે.

આદર્શ કાર્યકર્તા

પં. દીનદયાળ ઉપાધ્યાયે આદર્શ કાર્યકર્તા બની રહેવા માટે ત્રણ ગુણવત્ત્।ાની આવશ્યકતા દર્શાવી છે. દીનદયાળજી જનસંઘ માટે કાર્યકર્તાઓ ઊભા કરવા માટે કટિબદ્ઘ હતા. તે માટે તેઓ નીચે દર્શાવેલ ત્રણ ગુણવત્ત્।ાઓ  આધારિત સંગઠન ઊભું કરવા માંગતા હતા.

     ૧. આદર્શ કાર્યકર કોઈ પ્રતિ દ્વેષ વિના તથા સર્વનો મિત્ર અને શુભેચ્છક બની કાર્ય કરવાનો ગુણ ધરાવતો હોવો જોઈએ.  તેઓ કહેતા, શ્નજનસંઘની વિચારધારા ચારે બાજુ એવી પ્રસરવા દો કે જેથી આજના આપણા પ્રતિસ્પર્ધીઓ આપણા આવતીકાલના મતદાતા બને, આપણા આવતીકાલના મતદાતાઓ આપણા એ પછીના દિવસોના સભ્યો તે પછીના દિવસોના કાર્યકર બને.

૨. કાર્યકર્તા પછાત અને ગરીબો પ્રતિ સદભાવની હદયપૂર્વકની લાગણી ધરાવતા હોવા જોઈએ. કાર્યકર્તા સમાજની ભલાઈ માટે સંપૂર્ણ સમર્પિત હોવા જોઈએ.

૩. કાર્યકર્તા લોકોમાં એકતા જગાવવાનું તથા આપણા પક્ષ તથા અખંડિત રાષ્ટ્રજીવન માટે જાગૃતિ ફેલાવવાનું સામાજિક કર્તવ્ય ધરાવતા હોવા જોઈએ.

     દીનદયાળજીએ પક્ષના હજારો કાર્યકરો સાથે સંબંધ જાળવ્યા હતા. તેમનું મન, હૃદય સદા કાર્યકર્તાઓ સાથે રહેતું. તેમના    પાયા સાથે નાતો ધરાવતા નેતા કહેવું યોગ્ય રહેશે. જે લોકો પક્ષ સિદ્ઘાંતો અને દેશ પ્રત્યે સમર્પિત હોય તેમની મદદથી તેઓ   ધ્યેય સિદ્ઘ કરવા ઈરછતા હતા. તેઓ સૌ શિસ્તબદ્ઘ પક્ષના કાર્યકરો બની પક્ષ માટે એકલીન થઈને કાર્યરત બને તેમ ઇરછતા   હતા  કે જેથી દેશનું સમગ્ર ચિત્ર બદલાઈ જાય. તેઓ પક્ષના પાયાને માત્ર મહાનગરો કે શહેરમાં નહી, પણ નાનાં ગામડાંઓ,   ટેકરીઓ અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી ફેલાવવા ઇચ્છતા હતા. 

શિસ્ત–કાર્યકર્તાઓનું આભૂષણ

     રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક પ.પૂ. શ્રી ગુરુજીએ સ્વયંસેવકોને માર્ગદર્શન કરતાં સુંદર વાત કહી છે કે નાની મોટી  વાતોમાં કાર્યકર્તાઓમાં અંદરોઅંદર મતભેદ ઊભા થાય અને એકબીજા સાથે નારાજગી પણ થાય. આપણે એકબીજાને મનાવી  લઈએ છીએ, પણ આવું નહી થવા દેવું જોઈએ. કોઈ પણ નિર્ણયપ્રક્રિયમાં આપણો મત વ્યકત કરી દેવો જોઈએ. પછી સર્વાનુમતે   લેવાયેલ નિર્ણયને ટેકો આપવાની આપણામાં શકિત હોવી જોઈએ. આ સમયે જો આપણે અશિસ્ત આચરી બેસીશું તો સંગઠને     બદલે વિઘટન ઊભું થશે. આપણે સહજીવનની શ્રદ્ઘા સમાજવ્યાપી બનાવવાની છે. આપણા ઉપર આ બહુ મોટી જવાબદારી છે.

     પં. દીનદયાળજી પણ પક્ષમાં કાર્યકર્તાના શિસ્તને ખૂબ મહત્વ આપતા. તેઓએ એકવાર શિસ્ત વિષે બોલતાં કહ્યું હતું  કે,  'પક્ષ એ માત્ર લોકોને ભેગા કરવાનું સંગઠન નહી, પણ વિશિષ્ઠ ધ્યેય સહિત લોકોનો સમૂહ બનવો જોઈએ. આવા પક્ષના સભ્યો    માટે સત્તાએ ધ્યેય નહીં, પણ ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન હોવું જોઈએ. સમર્પણની મજબૂત ભાવના એવા લોકોની બક્ષિસ હોય છે.'  માત્ર આવી સમજણ જ તેમનામાં શિસ્ત લાવી શકે. શિસ્ત એટલે માત્ર બહારથી લદાયેલ કેટલાક નિયમોનું પાલન જ   નહીં. આવી શિસ્ત ત્યારે જ ટકે છે કે જયારે તે સ્વયંભૂ હોય, સ્વયં આચારિત અને સ્વઇચ્છિત હોય.

     સમાજમાં જે સ્થાન ધર્મનું છે તે જ સ્થાન પક્ષમાં શિસ્તનું હોય છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણીઓનું આયોજન નહીં, તે  સંગઠિત લોકો પણ માંગે છે. રાજનેતાઓ અને રાજકીય પક્ષો તેમના વર્તનથી 'નૈતિક મૂલ્યો' વિકસાવે છે. સામાજિક વ્યવહારના આદર્શો આ મૂલ્યોથી ઘડાતા હોય છે.

કાર્યકર્તાઓમાં પરિવાર ભાવના

     ભાજપનો પ્રત્યેક કાર્યકર્તા એકબીજા સાથે પારિવારિક ભાવનાથી જોડાયેલો છે. ભાજપા એક રાજકીય પાર્ટી હોવા છતાં    તેમના કાર્યકર્તાઓને તે કદી રાજકીય પાર્ટી લાગી જ નથી. કાર્યકર્તા પાસેથી તેના પક્ષનું ધ્યેય નક્કી કરી તથા તે હાંસલ  કરી પક્ષની પ્રવૃત્ત્િ। ઓ પર પ્રભાવ પાડવાની અપેક્ષા રાખવામાં આવે છે. આમાં કરવામાં તેણે બીજા લોકોને સાથે પણ રાખવા પડે    છે. તેણે પોતાની સાથે કામ કરતા અન્ય લોકો સાથે સંપર્ક, મુલાકાત, ચર્ચા, વિચારોનું આદાનપ્રદાન કરવું પડે છે. આ પ્રયાસમાં દ્વિપક્ષી સહકાર, સુમેળ અને સારા આંતરસંબંધો જરૂરી છે.

     સહકાર્યકરો સાથે અનુકૂળતા સાધવાનું કામ સૌથી મહત્વનું અને અઘરું છે. જયારે જુદા જુદા મિજાજ ધરાવતા લોકો સાથે  કામ કરવાનું થાય ત્યારે પરસ્પર મતભેદો ઉદભવે છે. આવું વિશ્વભરમાં જોવા મળે છે. કેડર આધારિત રાજકીય પક્ષ માત્ર કોઈ  લોકોનું જૂથ નથી. તેના હેતુ અને આદર્શો જ તેના અનુયાયીમાં બંધુત્વ અને સુમેળ પેદા કરે છે. તે તેમને જોડનારું અને ભ્રાતૃત્વ  સર્જતું પરિબળ બને છે. ભાઈઓ વચ્ચે લોહીના સંબંધો હોય છે. લોહી હંમેશા પાણી કરતાં ઘટ્ટ હોય છે એવું કહેવાય છે, પણ   વિચારધારા લોહી કરતાં પણ ઘટ્ટ હોય છે. કાર્યકરોને કોઈ ભૈતિક લાભ નહી, પણ ઉચ્ચ આદર્શોની પરિપૂર્તિ પ્રેરણા પૂરી પાડે છે.

     દરેક નાના-નાના બનાવો માટે ઉદારમતવાદી દ્રષ્ટિકોણ અપનાવો જોઈએ. ઈરાદાઓને અડચણરૂપ બનાવા દેવા જોઈએ  નહિ અને ગેરસમજો જયાં અને ત્યાં જ દૂર કરી દેવી જોઈએ. બંને પક્ષે સમજણ હોય તો બે બિનસક્ષમ અને તદન વિરોધભાસી    વ્યકિતઓ પણ ઘર્ષણ વિના સાથે કામ કરી શકશે.

     સાથે રહેવાની અને ખભેખભા મેળવીને કામ કરવાની સામૂહિક ઇરછા ઓછી સહનશકિત ધરાવતા કાર્યકરોમાં પણ સમજણ  તથા બાબતોને સાચા દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા પૂરી પાડે છે. સંપૂર્ણ સમજણ માટે કોઈએ કડવા શબ્દોનો ઉપયોગ ન કરવો   જોઈએ કારણ કે તે બાબત દુર્ભાવના જન્માવે છે. લોકોની ટીકા કર્યા કરવાનું લગીરેય ડહાપણભર્યું નથી. કોઈએ પોતાના  અભિપ્રાયને અન્યો ઉપર ચુકાદાની જેમ લાદી દેવા જોઈએ નહીં. લોકો પોતાને નિખાલસ અને આખાબોલા કહેવડાવવામાં ગર્વ   અનુભવતા હોય છે. ખરેખર તો તેમનામાં પોતાની જાતને કાબૂમાં રાખવાની ક્ષમતા હોતી નથી અને આ સાચી વાત છે. આપણે     દરેક પ્રકારના અભિપ્રાયનો આદર કરવો જોઈએ. જાત પર કાબૂ રાખવાથી લાંબા ગાળે પુષ્કળ લાભ મળશે અને લોકો સાથે સારા   સંબંધો જાળવી શકાશે.

     સંયમ સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. માત્ર હાવભાવમાં નહીં, પણ શબ્દોમાં પણ સંયમ. તે આપણી સમક્ષની વ્યકિત માટે

 પીડાહારક બને છે. નારાજ વ્યકિત સમક્ષ ખેદ વ્યકત કરવાથી સકારાત્મક અસર થશે. સંયમથી વર્તવાની ટેવ વિકસાવવા   માટે દરેક પોતાના મગજ પર કાબૂ રાખવાની, અહમને દબાવી દેવાની, કયારેક અપમાન પણ ગળી જવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું  પડે છે. સંયમ અનિરછનીય પરિસ્થિતિ ટાળવામાં મદદ કરે છે. ઉશ્કેરાટમાં વર્તવાથી પસ્તાવાનો વારો આવે છે.   કોઈ વિષયમાં વિવાદ ઉભો થાય ત્યારે દરેક વ્યકિત સંમત થઈ શકે તેવી નક્કર દલીલો રજૂ કરવી જોઈએ.

         લોકશાહીને વરેલા દેશ માટે તંદુરસ્ત લોકતંત્રના વિકાસ માટે મૂલ્યો આધારિત રાજકીય પક્ષો હોવા અનિવાર્ય છે. આ   મૂલ્યો આધારિત રાજકીય પક્ષ પાસે વિચારધારા, મૂલ્યનિષ્ઠ રાજનેતા અને કર્મઠ કાર્યકર્તાઓ હોવા જરૂરી છે તો જ દેશમાં    લોકશાહી વિકાસ શકય બને. ભારતમાં રાજકીય પક્ષોનો રાફડો ફાટ્યો છે, પરંતુ કહ્યા મુજબની શરતો પૂરી કરતા પક્ષો કેટલા?   માત્ર ભાજપ પાસે જ સ્પષ્ટ વિચારધારા, મૂલ્યનિષ્ઠ રાજનેતા અને કર્મઠ કાર્યકર્તાઓ છે.

(11:53 am IST)