Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ખંભાળિયા પાલિકા તથા જામરાવલ સિવાય કોંગ્રેસની સ્‍થિતિમાં બહુ ફરક નહીં !!

જિ. પં.માં ગત કરતા ૧ બેઠક જ ઓછી !!

ખંભાળીયા, તા. પ : ગુજરાત રાજયમાં ભાજપનો પવન ફુંકાતા તમામ જિ.પં. કબજે કરી છે. ત્‍યારે દેવભૂમિ જિલ્લામાં ભાજપનો પવન તમામ ક્ષેત્રે સફળ થયો ના હોવાનું કોંગ્રેસના મહામંત્રી (દ્વારકા જિલ્લા) એભાભાઇ કરમૂરે જણાવ્‍યું છે.

ખંભાળિયા ન.પા.માં કોંગ્રેસે ગત વખત  નવમાંથી આ વખતે એક જ બેઠક મેળવી અને જામરાવળ પાલિકા પણ કબજે કરી શકયા ની તો બીજી તરફ દ્વારકા જિલ્લા પંચાયતમાં ગત વખતે રૂટમાંથી ૧૧ બેઠકો મળી હતી જયારે આ વખતે ર૧માંથી ૧૦ એટલે કે ગત વખત કરતા એક ઓછી મેળવી છે તો સલાયા પેટા ચૂંટણીમાં પાંચ બેઠકો મેળવી છે. તો ભાણવડ તથા કલ્‍યાણપુર તાલુકા પંચાયતો ગત વખતે પણ કોંગ્રેસ પાસે હતી તે આ વખતે પણ કોંગ્રેસ જ બહુમતિથી ત્‍યાં આવી છે. ભાજપની જયારે ગણાલી, વાડીનાર, ભાટીયા, બજાણા જેવી જિ.પં.ની સીટો પણ કોંગ્રેસે કબ્‍જે કરી છે.

એમ મનાય છે કે જિ. પં.ની વડત્રા અને સણખલા બેઠક કોંગ્રેસે ના ગુમાવી હોત તો કોંગ્રેસ પુનઃ શાસન પર હોત !! બન્ને શ્‍યોર ગણાતી હતી.

(1:23 pm IST)