Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજુલનાના મોટી ખેરાળી નજીક વિજ કચેરીના નાયબ ઇજનેર સાથે ઝપાઝપીઃ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. પ :.. અમરેલી, રાજુલા તાલુકાના મોટી ખેરાળીથી બર્બટાણા જતા રોડ ઉપર વિજપડીના નાયબ ઇજનેર નિકુંજભાઇ ભીખાભાઇ ચાવડા પી. જી. વી. સી. એલ. ની ટીમ સાથે વિજ ચેકીંગ તેમજ ડીસ કનેકશનની કામગીરી હોય, બાબુભાઇ નથુભાઇ જાજડાની વાડીમાં ચેકીંગ કરતા હતાં. ત્‍યારે ભગુ ભુપત જાજડા પોતાની બાઇક ઉપર આવીને ગાળો બોલી મુનાભાઇ સાથે ઝપાઝપી કરી ફરી વખત વિજ ચેકીંગ કરવા આવશો તો ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપીને ફરજમાં રૂકાવટ કર્યાની નાયબ ઇજનેર નિકુંજભાઇ ચાવડાએ રાજૂલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

ધારી ખાડીયા વિસ્‍તારમાં કેબીન હટાવવા પ્રશ્ને કાળુભાઇ અબ્‍દુલભાઇ બેલીમ ઉ.પ૧ ને ઇલીયાસ હબીબ કેરૂને લાકડી વડે માર મારી ધમકી આપ્‍યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મોત

ધારીનાં વાઘપરામાં રહેતી ભુમિબેન ધર્મેશભાઇ સોલાડિયા ઉ.ર૮ કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પતિ ધર્મેશભાઇ સોલાડીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

આગ

દામનગર યાર્ડમાં આવેલ ઇકબાલભાઇ ઇશાભાઇ ડેરૈયા ઉવ.૫૬ ના ગોડાઉનમાં રાખેલ બારદાનમાં કોઇ અગમ્‍ય કારણોસર આગ લાગવાના કારણે બારદાન સળગી જવાથી આશરે બે થી અઢી લાખનું નુકસાન થયાનું પોલીસમાં જાહેર કર્યું હતુ. આ બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

જાલી નોટ

મરીન પીપાવાવના કોવાય એસ.બી.આઇમાં કોઇ અજાણ્‍યા શખ્‍સે જાન્‍યુઆરી -૨૦૨૧ના પહેલા કોઇ પણ સમયગાળામાં બેંકમાં વહીવટ દરમ્‍યાન રૂા. ૧૦૦ના દરથી ૧૫ જાલી નોટ ભરણામાં આવતા. સાચી નોટ તરીકે બેંકમાં જમા કરાવી ગુન્‍હો કર્યાની બ્રાન્‍ચ મેનેજર હિમાંશુભાઇ ચૌહાણે મરીન પીપાવવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોત

ધારી પોલીસ લાઇનમાં ચિતલના સુરેશભાઇ રમેશભાઇ વાળા તેમજ અમરેલી રોકડીયા પરામાં રહેતા મનુભાઇ બચુભાઇ ચૌહાણ ઉવ. ૫૦ ત્રીજા માળે બારીના કાચ સાફ કરતા હતા. ત્‍યારે ઝેરી મધમાખીઓએ ડંખ મારતા મનુભાઇ બચુભાઇ ચૌહાણ ત્રીજા માળની બારી સજા ઉપર ઉભેલ હોય જેમણે પોતાનું બેલેન્‍સ ગુમાવતા રોડ ઉપર નીચે પડતા ગંભીર ઇજા થયેલ. જેમને સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યાનું સુરેશભાઇ વાળાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

મોત

જાફરાબાદ મરીનના રોહિસાની બલાણા રોડ ઉપર તા. ૩/૩ ના સાંજના સમયે બોલેરો પીકઅપ જીજે૧૩એટી૬૦૯૩ના ચાલકે પુર ઝડપે અને બે ફિકરાયથી ચલાવી. પલ્‍સર બાઇક જીજે૦૬ એસઆર ૯૮૯૯ સાથે અથડાવી બોઘાભાઇ બચુભાઇ સોલંકી ઉવ.૩૨ રહે. વઢેરાવાળાનું મોત નિપજાવી રણછોડભભાઇને ગંભીર ઇજા કરી નાસી ગયાની શુકરભાઇ સોલંકીએ જાફરાબાદ મરિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:20 pm IST)
  • EVM કમલમમાં નથી બનતાઃ વિધાનસભામાં વિપક્ષના હોબાળા બાદ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલનું નિવેદન access_time 11:14 am IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST

  • ભારતીય ઉદ્યોગપતિ રમેશ રામકૃષ્ણન દ્વારા પ્રમોટ કરાયેલ દુબઈ સ્થિત ટ્રાંસવર્લ્ડ ગ્રૂપે રાજ્ય માલિકીની સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. સાથે ગુજરાતમાં કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સુવિધા રૂ. 200 કરોડના રોકાણ સાથે બનાવવા માટે કરાર કર્યો છે : આ યોજના આત્મનિર્ભાર ભારત પહેલના ભાગરૂપે, ચીન દ્વારા વર્ચસ્વ ધરાવતા કાર્ગો કન્ટેનર બિઝનેસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. access_time 10:32 pm IST