Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબીના મહેન્દ્રનગરનો યુવાન ગુમ

શાપર પાસે બાઇકમાં દારૂ વેંચવા નિકળેલા ત્રણ ઝડપાયા

મોરબી,તા.૪ : મહેન્દ્રનગર પ્રકૃતિ સોસાયટીમાં રહેતો હિમતભાઈ બાલુભાઈ પાંચોટિયા (ઉ.૨૭) વાળો ગત તા.૨૯-૦૨ ના રોજ રાત્રીના કોઈને કહ્યા વગર ઘરેથી સેન્ટરો કાર જીજે ૦૩ ઈએલ ૦૫૫૯ લઈને જતો રહ્યા બાદ ઘરે પરતના ફરતા પરિવારજમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો અને શોધખોળ કર્યા બાદ મળી ન આવતા અંતે પરિવારજનોએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

શાપર પાસેથી બાઇકમાં દારૂ વેચવા નીકળેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા

તાલુકા પોલીસની ટિમ રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીગમાં હતી ત્યારે દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ને બાતમી મળી હતી શાપર નજીકથી ત્રણ શખ્સો બાઇકમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે જેથી તાલુકા પોલીસ ટિમ વોચમાં હતી જેમાં  gk 36 a 6077 નંબર બાઈક  શકસપદમાં નીકળતા તેને રોકી ચેક કરતા થેલામાં ત્રણ બોટલ બાઈક અને બોટલ સાથે રૂપિયા ૧૨૦૧૫ મુદમાલ સાથે ત્રણ આરોપી  રણજીત બીજલભાઈ પારધી, લાલજીભાઈ વિરમગામભાઈ ધામેચ અને  રાહુલભાઈ કરમણભાઈ લાલોડિયા સહિતના ત્રણ શખ્સોને ઝળપી લીધા હત તો આ શખ્સોએ યુવરાજસિંહ અભેસિંહ પરમાર રહે નવા દેવળીયા વાળા પાસેથી વેચાણ માટે દારૂ લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હોવાનું હેડ કોન્સ્ટેબલ એસ.એચ.હુબલ જણાવ્યું છે.

ખોજાખાના શેરીમાં બાઇકની ચોરી

ખોજાખાના શેરીમાં રહેતા અર્મીરભાઈ અનવરભાઈ અંદાણીનું હીરો હોન્ડા એકટીવા જીજે ૩૬ કે ૫૫૦૫ કીમત રૂ.૪૫૦૦૦ વાળું કોઈ અજાણ્યો ઇસમ ચોર તેના ઘર પાસેથી ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નાંેધાઇ છે.

રેલ્વે સ્ટેશન પાસે જુગાર

એ ડિવિઝન પોલીસ ટિમ સાજન સમયે પેટ્રોલીગમાં હતી ત્યારે આશિફ્ટભાઇ રાઉમાને બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન રોડ પર જુગાર રમી રહ્યો છે જેથી તેમણે ત્યાં દરોડો પાડતા યાકુબભાઈ સિંકદરભાઈ મેઘાણી અને સિંકદરભાઈ દાઉદભાઇ શેખ જાહેરમાં વરલીના આંકડા રમતા ઝડપયા હતા જેની પાસેથી પોલીસ રૂપિયા ૧૧૧૭૦ કબજે કર્યા હતા તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એમ.દેગામડિયા ચલાવી રહ્યા છે.

(1:14 pm IST)
  • હેરંબા ઇન્ડ.નું બમ્પર લીસ્ટીંગ : ૧ લોટ પર રૂ. ૬ર૮૦નો ફાયદો :મુંબઇ : કેમીકલ કંપની હેરંબા ઇન્ડ. નું બમ્પર લીસ્ટીંગ : ઇસ્યુ પ્રાઇઝના ૪૩.પ૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : શેર ૯૦૦ ના ભાવે લીસ્ટ થયો : નિવેશકોને પ્રતિ લોટ રૂ. ૬ર૭૯ નો ફાયદો : ઇસ્યુ પ્રાઇઝ ૬ર૬-૬ર૭ રૂ. હતી. access_time 12:55 pm IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST