Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સોરઠનાં ધુરંધર રાજકીય અગ્રણી રતિભાઈ સાવલિયાનાં પુત્રવધુનો જિ.પં.માં જવલંત વિજય

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩: જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પૂર્વ સિંચાઈ-કારોબારી અધ્‍યક્ષ-ગ્રોફેડનાં પૂર્વ ચેરમેન ઉપરાંત અનેકવિધ રાજકીય-સામાજિક-સહકારી હોદ્દા શોભાવી ચૂકેલા સોરઠનાં લેઉઆ પટેલ સમાજનાં ધુરંધર પીઢ અગ્રણી રતિભાઈ હરિભાઈ સાવલિયાનાં પુત્રવધુ મધુબેન વિરેન્‍દ્રભાઈ સાવલિયાનો વિસાવદર તાલુકાની મોટી મોણપરી જિલ્લા પંચાયતની બેઠક પર જવલંત વિજય થયેલ છે.

વિસાવદર તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્‍દ્રભાઈ સાવલિયાનાં ધર્મપત્‍નિ મધુબેનનો વિજય થતા ભાજપ પરિવારમાં આનંદની લાગણી વ્‍યાપી છે અને મોટી મોણપરી જિલ્લા પંચાયત વિસ્‍તારમાં વિજય સરદ્યસ નીકળ્‍યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,મોટી મોણપરીની બેઠક પર રતિભાઈ સાવલિયાએ વર્ષો સુધી પ્રતિનિધિત્‍વ કર્યું છે.

 

(1:12 pm IST)
  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST

  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એકિટવ કેસમાં પણ વધારો : રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૧૬,૮૨૪ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૧,૧૧,૭૩,૫૭૨ થઇ : એકિટવ કેસ ૧,૭૩,૩૬૪ થયા વધુ ૧૩,૭૮૮ દર્દીઓ સ્વસ્થ થતાં કુલ ૧,૦૮,૩૮,૦૨૧ થયા : વધુ ૧૧૩ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૭,૫૮૪ થયા : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા ૮૯૯૮ નવા કેસ નોંધાયા access_time 2:33 pm IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST