Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગુરૂવારે ચાંપરડાની જય અંબે હોસ્‍પીટલમાં આશાવર્કર બહેનોને તાલીમ તથા સન્‍માન સમારોહ કોન્‍ફરન્‍સ રૂમનું લોકાપર્ણ

પુ.મુકતાનંદ બાપુનો અનોખો સેવાયજ્ઞ

જુનાગઢ, તા., પઃ આગામી તા.૧૧ માર્ચને ગુરૂવારના રોજ ચાંપરડાની જય અંબે મલ્‍ટી સ્‍પેશીયાલીટી હોસ્‍પીટલ ખાતે સવારે ૧૦.૩૫ કલાકે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આજથી દાયકા પહેલા સેવા મુર્તિ અને ક્રાંતીકારી સંત એવા પુ.મુકતાનંદબાપુ દ્વારા ચાંપરડામાં જયઅંબે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલની સ્‍થાપના કરી દર્દીઓની વિનામુલ્‍યે નિદાન સારવાર ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને અત્‍યાર સુધીમાં અસંખ્‍ય દર્દીઓએ આ આરોગ્‍ય સેવાનો લાભ લીધો હતો અને ગત વર્ષ ૨૦૨૦માં મેડીસીનથી માંડીને સર્જરી ઇમરજન્‍સી ઓર્થોપેડીક એકસરે લેબોરેટરી સહીતની ીવનામુલ્‍યે સુવિધાઓનો કુલ ૧, ૧૭૮૧૬ દર્દીઓએ લાભ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ રાજકોટની મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ જેવી જ સુવિધા દર્દીઓને આ જયઅંબે હોસ્‍પીટલમાં તમામ પ્રકારની સુવિધા વિના મુલ્‍યે આપવામાં આવે છે. શિવરાત્રીના દિવસે તા.૧૧ માર્ચને ગુરૂવારના રોજ જયઅંબે હોસ્‍પીટલ ખાતે શ્રી વિધીન પટેલ (ટ્રસ્‍ટી બાવાજી ચેરીટી અમેરીકા)ના જન્‍મદિવસને નિસ્‍વાર્થ એવા પખવાડીયાની ઉજવણી નિમિતે આશાવર્કર બહેનોને તાલીમ તથા સન્‍માન સમારોહ કોન્‍ફરન્‍સ રૂમ લોકાર્પણ આરોગ્‍ય કીટ વિતરણનો કાર્યક્રમ પુ.રાજબાપુની પ્રેરક અને વિશેષ જુનાગઢ અકિલાના બ્‍યુરો ચીફ વિનુભાઇ જોષીની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે જે તે સફળ બનાવવા પુ. મુકતાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ સંજયભાઇ વઘાસીયા શ્રી નામદેવ ગામોટ અને હોસ્‍પીટલનો સ્‍ટાફ જહેમત ઉઠાવી રહયો છે.

(1:11 pm IST)