Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ધોરાજી : જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ વિશે ફેસબુકમાં જુઠાણા ફેલાવા મામલે રાજકારણ ગરમાયુ..

ધારાસભ્યના ઇશારે સામાજીક પ્રતિષ્ઠા બગાડવાનો સુભાષભાઇ માકડીયાનો આક્ષેપ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૫ : તાજેતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ માકડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યા બાદ ધોરાજીના એક યુવા કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા સુભાષભાઈ ફરી કોંગ્રેસમાં જોડાયા હોવાની ખોટી જાહેરાત સોશિયલ મીડિયામાં ફેસબુક દ્વારા મુકવામાં આવતા. સુભાસભાઈ માકડીયા એ જણાવેલકે મારી સામાજિક પ્રતિષ્ઠા ધારાસભ્ય લલિતભાઈ વસોયાના ઈશારે ખરડી નાખવા પ્રયાસ થયો છે જેના મારી પાસે પુરાવા છે. પાટીદારોના નામે ચૂંટણી લડ્યા અને હજુ પણ તેમની નબળી માનસિકતા દેખાડી રહ્યા છે.

મેં તેમની સાથે પાંચ વર્ષ કામ કર્યું છે. તેમના તમામ પાસાઓ થી વાકેફ છું. પાટીદાર આંદોલન સમયે કોઈપણ પક્ષમાં ન જોડાવાની સૂફીયાણી વાતો કરી પાટીદાર આંદોલન પર પગ રાખી ધારાસભ્ય બની ગયા. પાટીદાઓને છેતર્યા અને હાલમાં પણ એક યુવા રાજકીય પાટીદારે શા માટે ઝેરી દવા પીધી તે લોકો જાણે છે.ધારાસભ્ય આવું મેલું રાજકારણ બંધ કરે નહીતો તેમના અનેક રહસ્યો ના ખુલાસા કરવા પડશે તેવા આક્ષેપો જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ માકડીયા એ કર્યા હતા.

(1:10 pm IST)
  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એકિટવ કેસમાં પણ વધારો : રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૧૬,૮૨૪ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૧,૧૧,૭૩,૫૭૨ થઇ : એકિટવ કેસ ૧,૭૩,૩૬૪ થયા વધુ ૧૩,૭૮૮ દર્દીઓ સ્વસ્થ થતાં કુલ ૧,૦૮,૩૮,૦૨૧ થયા : વધુ ૧૧૩ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૭,૫૮૪ થયા : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા ૮૯૯૮ નવા કેસ નોંધાયા access_time 2:33 pm IST

  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક : કેરળ,પુડુચેરી અને તામિલનાડુની સીટ માટે ચર્ચા થશે :પાર્ટી તબક્કાવાર ઉમેદવારોના નામની કરશે જાહેરાત : પશ્ચિમ બંગાળના ઉમેદવારોની યાદી સોમવાર બાદ જાહેર થવા સંભવ :બંગાળ વિધાનસભાના 60 ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુક્યાનું મનાય છે access_time 12:31 am IST