Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જો કુંભ મેળાને મંજૂરી મળતી હોય તો મહાશિવરાત્રીના મેળાને કેમ નહિ?

જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો બંધ રાખવાનું કારણ શું?: શ્રદ્ધાળુઓમાં ભારે ચર્ચા

રાજકોટ, તા. ૫ : જૂનાગઢ ખાતે હજારો વર્ષોથી દર વર્ષે નિયમીત યોજાતા દેવાધિદેવ ભગવાન શિવની આરાધના માટેના મહાશિવરાત્રીનો મેળો બંધ રાખવા પાછળ કોની ભૂંડી ભૂમિકા રહેલી છે? તે બાબતને ધ્‍યાને લઈને સાધુ સમાજમાં અનેક તર્ક વિર્તકો ઉઠવા પામ્‍યા છે. જો કુંભ ખાતે લાખોના મેળાને સરકારની મંજૂરી મળતી હોય તો જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને કેમ નહિં?

જૂનાગઢ ખાતે હજારો વર્ષોથી દર વર્ષે નિયમીત યોજાતા દેવાધિ દેવ ભગવાન શિવની આરાધના માટેના મહાશિવરાત્રીનો મેળો બંધ રાખવા પાછળ કોની ભૂંડી ભૂમિકા રહેલી છે તે બાબતને ધ્‍યાને લઈને સાધુ સમાજમાં અનેક તર્કવિર્તકો થઈ રહી છે.

જો કુંભ ખાતે લાખોના મેળાને સરકારની મંજૂરી મળતી હોય તો જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને કેમ નહિં? જૂનાગઢનો સાધુ સમાજ શું રાજસત્તા પાસે લાચાર છે? મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે આવતા લાખો શ્રદ્ધાળુઓમાં આ પ્રશ્ન ઉભો થયાનું જાણવા મળે છે.

(1:07 pm IST)