Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સાવરકુંડલા -ધારી રોડ પર દિપડાના આંટાફેરાથી લોકોમાં ભય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.પ : ગુરૂવારે રાત્રીના અમરેલીના સાવરકુંડલા - ધારી રોડ વચ્ચે આવેલા બાયપાસના ગેસ ગોડાઉન અને અતુલભાઇ ભાદાણીની વાડી વચ્ચે અમરેલીની આસપાસ અવાર નવાર દેખાતો દિપડો જોવા મળ્યો હતો.

ત્રણ દિવસથી આ વિસ્તારમાં રાત્રીના સમયે કુતરાઓના ટોળા દિપડાની પાછળ સતત ભસી અને દોડતા હોવાનું લોકોને દેખાયુ હતુ. પરંતુ આ રાત્રે એક બોલેરો  ચાલકે એક જ છલાંગમાં દિપડાને બાયપાસ રોડ ક્રસ કરતો જોયો હતો આ ઘટનાની જાણ થતાં ગજેરાપરાના ખેડુતો એકત્ર થઇ ગયા  હતા.

વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ વનવિભાગે અહી કશુ નથી તેમ કહી ચાલતી પકડી હતી. ચાર મહિનાથી  વનતંત્ર અમરેલીફરતે આંટો મારતા દિપડાને પકડી શકતુ નથી તે પણ વાસ્તવીકતા છે.

(1:07 pm IST)