Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૧૧મી સુધી ગિરનાર રોપ-વે બંધ

મહાશિવરાત્રીમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૫ :. જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્‍પલ રોપ-વે બંધ રહેશે.

આગામી તા. ૭ માર્ચથી જૂનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાનાર હતો, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શિવરાત્રી મેળો રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્‍યો છે. જો કે સાધુ-સંતો દ્વારા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. ૭ માર્ચે ભવનાથ મંદિર પર ધ્‍વજારોહણ બાદમાં શિવરાત્રીએ રવાડી, શાહી સ્‍નાન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાધુ-સંતો દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહી. આથી લોકોને ઘરે રહી શિવરાત્રી મેળો કરવા સાધુ-સંતો અને તંત્રએ અનુરોધ કર્યો છે.

દરમ્‍યાન જૂનાગઢમાં આજથી ગિરનાર રોપ-વે પણ બંધ કરવામાં આવ્‍યો છે. મહાશિવરાત્રીએ સંક્રમણ ન ફેલાય તે માટે ગિરનાર ટેમ્‍પલ રોપ-વે આગામી તા. ૧૧ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(1:07 pm IST)
  • રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું: ૩૯ ડીગ્રી : ગરમીમાં ધીમે- ધીમે વધારો થઈ રહ્યો છેઃ આજે બપોરે રાજકોટમાં મહતમ તાપમાન ૩૮.૪ ડીગ્રી નોંધાયું છેઃ આજે સાંજે સુધીમાં એકાદ ડીગ્રીનો વધારો સંભવ છેઃ આમ, આજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશેઃ હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ બે- ત્રણ દિવસ ગરમીનો દોર જારી રહેશે access_time 4:39 pm IST

  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST