Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જસદણમાં પાટીદાર અનામત આંદોલન સમીતીનો વિરોધ

(હુસામુદીન કપાસી) જસદણ, તા., પઃ જસદણ પાટીદાર અનામત આંદોલન સમીતીના સભ્યોએ અમદાવાદ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું તે અંગે તાલુકા સેવા સદન ગજવી મુકયું હતું. સમીતીના સભ્યોએ જસદણ તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદારને એક આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડીયમનું નામ સરદાર પટેલ હતું પણ હમણાં ભાજપ સરકારએ સરદાર પટેલના નામ પર પીછંડો ફેરવી અને તેના પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નામ નાખી દેતા આ સરદાર સાહેબ અને દેશનું ઘોર અપમાન છે વધુમાં એમણે જણાવ્યું હતું કે ભાજપની સરકારએ અગાઉ પણ અનેકના નામો રદ કરી બીજા નામો ગોઠવી દેવામાં આવ્યા છે. છેલ્લે જણાવ્યુ઼ હતુ કે ભાજપના નેતાઓ જે ખરેખર મહાન છે તેના નામો ભુંસી પોતાને મહાન સાબીત કરવા મથી રહયા છે ત્યારે અમદાવાદ સ્ટેડીયમમાં સરદાર સાહેબને ફરી જોડવામાં નહી આવે તો અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે.

(11:59 am IST)