Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઉનાના આશાસ્પદ યુવાનનો કુવામાં ઝંપલાવીને અગમ્ય કારણથી આપઘાત

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. આશાસ્પદ યુવાન મનીષભાઇ બાલુભાઇ ગોહીલે ચાંચકવડનાં સરકારી કુવામાં અગમ્ય કારણસર ઝંપલાવી આપઘાત કરી લેતાં મોતને વહાલુ કરી લીધું છે.

ઉનાના મછૂન્દ્રી નદીનાં કિનારે તપોવન આશ્રમની પાછળ નદીમાં આવેલ સરકારી કુવામાં ઉનાનો મનીષભાઇ બાલુભાઇ ગોહીલ ઉ.ર૮ રે. યોગેશ્વર સોસાયટી દેલાવડા રોડ બપોર બાદ ગુમ થઇ ગયેલ હોય અને મંદિરનાં સી. સી. ટી. વી. ફુટેજમાં તેના ફુટે મળેલ અને નદી કાંઠે મોટર સાયકલ પડી હોય નદી કાંઠે આવેલ સરકારી કુવામાં પડેલ હોવાની શંકા જતાં તેના પરિવારે ઉના નગરપાલીકાના ફાયર બ્રીગેડને જાણ કરતાં સ્ટાફ (૧) અશોકભાઇ રાઠોડ (ર) જીતુભાઇ જાની (૩) વિનોદભાઇ ત્રિવેદી (૪) રોહીતભાઇ ગોહીલ ત્થા સ્ટાફે તુરંત સાધનો લઇ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આખી રાત જહેમત ઉઠાવ્યા બાદ સવારનાં લોખંડની  મિંદડીમાં તેનો મૃતદેહ ભરાઇ જતાં ઉપર લાવી અંદર ખાટલો ઉતારી બહાર કાઢેલ હતો અને તુરંત સરકારી હોસ્પીટલે લઇ જતાં ડોકટરે પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું જાહેર કરેલ હતું.

ઉના પોલીસમાં તેમના પતિ બાબુભાઇ મુળજીભાઇ ગોહીલે એ. ડી. નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર ડી. એલ. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે. અને આ મૃતક યુવાનનાં ખીસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ નીકળી છે. અને આર્થિક મુશ્કેલીમાં હોય નાણાકીય તંગીમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. ચોકકસ કારણ બહાર આવ્યું નથી. મૃતકના લગ્ન થઇ ગયેલ છે. એક દિકરી અને પત્ની ત્થા માતા-પિતાને નોધારા મુકી જતાં શોક વ્યાપી ગયેલ હતો.

(12:01 pm IST)
  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST

  • EVM કમલમમાં નથી બનતાઃ વિધાનસભામાં વિપક્ષના હોબાળા બાદ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલનું નિવેદન access_time 11:14 am IST

  • ભારતીય ઉદ્યોગપતિ રમેશ રામકૃષ્ણન દ્વારા પ્રમોટ કરાયેલ દુબઈ સ્થિત ટ્રાંસવર્લ્ડ ગ્રૂપે રાજ્ય માલિકીની સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. સાથે ગુજરાતમાં કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સુવિધા રૂ. 200 કરોડના રોકાણ સાથે બનાવવા માટે કરાર કર્યો છે : આ યોજના આત્મનિર્ભાર ભારત પહેલના ભાગરૂપે, ચીન દ્વારા વર્ચસ્વ ધરાવતા કાર્ગો કન્ટેનર બિઝનેસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. access_time 10:32 pm IST