Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન

 વઢવાણ : પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર આલોક કંશલ  મુંબઇ દ્વારા સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને ઇન્સ્પેકશન કરવામાં આવેલ. રાજકોટ રેલ્વે ડીવીઝનના ડીઆરએમ પરમેશ્વર ફુંકવાણ ત્થા તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહેલ. જનરલ મેનેજર આલોક કંશલ ત્થા સ્ટાફ સાથે મુંબઇથી સ્પેશ્યલ ઇન્સ્પેકશન ૧૮ બોગી (ડબ્બા) ની ટ્રેન લઇને સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકશન કરેલ તેમજ રાજકોટ ડીવીઝન ટીઆરડી હેન્ડ બુકનું જી. એમ. દ્વારા પુસ્તીકા વિમોચન કરવામાં આવેલ. રમત ગમત ગ્રાઉન્ડમાં વોલીબોલ, બેટમીન્ટન સ્કોડનું તકતી અનિવરણ કરી ખુલ્લું મુકવામાં આવેલ. રેલ્વે ઇલેકટ્રીક ૬૬-રપ કેવી સબ સ્ટેશન નિરીક્ષણ કર્યુ હતું. બાજુમાં રેલ્વે કર્મચારી માટે નવા બનાવેલ ફલેટનું કેક કાપી ઉદઘાટન કરેલ. તેમજ ફલેટના ખુલ્લા કમ્પાઉન્ટમાં જી. એમ. આલોક કંશલ સહિતના રાજકોટ ડીઆરએમ ત્થા અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું. ડીઆરએમ તથા સ્ટાફની તસ્વીર.

(11:54 am IST)
  • આંતરરાષ્ટીય મહિલા દિવસ પર રિલીઝ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ ' વુમેન ઓફ ઓનર " : નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર રાત્રે 9 વાગ્યે 'વિમેન ઓફ ઓનર - ડેસ્ટિનેશન આર્મી' ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરાશે : ફિલ્મ હોટસ્ટાર અને ડિઝની પર પણ જોવા મળશે :આ ફિલ્મ દિલ્હી કેન્ટના એનસીસી ઓડિટોરિયમમાં પ્રેસ અને સેનાના અધિકારીઓની સામે રજૂ કરાઈ હતી જેને ખુબ પસંદ કરવામાં આવી હતી access_time 12:20 am IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST

  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST