Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ટંકારા તાલુકા પંચાયત વિજેતા ઉમેદવાર યાદી

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમ વખત ભાજપની જીત થઇ

વાંકાનેર તાલુકામાં આવતી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો હોય અને આઝાદી બાદ -થમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે અને સ્પષ્ટ બહુમતી મેળવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 આંદોલન વિના કોંગ્રેસ જીતી નથી સકતી તે સ્પષ્ટ થયું ?

 મોરબી જીલ્લામાં મત ગણતરી યોજાતા જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ૨ નગરપાલિકામાં કોંગ્રેસ હારી ચુકી છે વર્ષ ૨૦૧૫ માં પાટીદાર અનામત આંદોલનની અસરને પગલે જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ૨ નગરપાલિકા પર કબજો કરવામાં સફળ રહેલ કોંગ્રેસે પાંચ વર્ષના સમય બાદ બધું જ ગુમાવી દીધું છે અને જીલ્લામાં એકમાત્ર માળિયા નગરપાલિકા મેળવી કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો છે

 પાંચ જ વર્ષમાં મતદારોનો મોહ ભંગ થયો

પાટીદાર અનામત આંદોલનને પગલે વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા જીલ્લામાં તમામ સ્થળે કોંગ્રેસ જીતી ચુક્યું હતું અને વર્ષોથી ભાજપનો ગઢ રહેલ મોરબી જીલ્લામાં ભાજપની દયનીય સ્થિતિ જોવા મળી હતી જોકે આંદોલનને પગલે જીતી ગયેલ કોંગ્રેસ પક્ષ મતદારોનો વિશ્વાસ જીતી શક્યું ના હોય અને ૫ વર્ષ બાદ ચુંટણી થતા જ મતદારોનો મોહ ભંગ થયો હોય તેમ પાંચ વર્ષ પૂર્વે આપેલું તમામ પરત લઇ લીધું હતું     

 મોરબી તાલુકા પંચાયતની આમરણ બેઠક પર સરખા મતો થતા રી કાઉન્ટીગ થયું હતું જોકે મતોમાં કોઈ તફાવત જોવા મળ્યો ન હતો જેથી ચિઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપના જાગૃતિબેન વાઘડીયા વિજેતા બન્યા હતા 

'આપ' નો વિકલ્પ મતદારોએ નકારી કાઢ્યો

 ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને સુરતમાં સારી સીટો અંકે કરતા આપના આગેવાનો પણ આશાસ્પદ હતા જોકે મોરબી જીલ્લાના મતદારોએ આપના વિકલ્પને નકારી કાઢ્યો હતો નગરપાલિકાથી લઈને તાલુકા અને જીલ્લા પંચાયતની કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેથી ત્રિપાંખીયો જંગ જામવાની શક્યતા સેવાઈ હતી જોકે હમેશની જેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ જોવા મળી છે અને આપના વિકલ્પને મતદારોએ નકારી કાઢ્યો છે તેમ પરિણામ જોતા કહી સકાય

અપક્ષ ઉમેદવારોની જીત રાજકીય પક્ષો સામે ધ્રુણા સૂચવે છે ?

 મોરબી જીલ્લાના પરિણામોમાં એક ફેકટર અપક્ષનું પણ જોવા મળ્યું છે જેમાં હળવદ અને ટંકારા તાલુકા પંચાયતમાં એક એક ઉમેદવારો અપક્ષમાંથી જીતીને આવ્યા છે જે રાજકીય પક્ષો સામે નારાજગી દર્શાવે છે સાથે જ મતદારોએ એવો સંદેશ પણ આપ્યો છે કે યોગ્ય ઉમેદવાર હોય તો પક્ષના ચિન્હથી તેમણે કોઈ ફર્ક નથી પડતો. સારા ઉમેદવાર હોય તો રાજકીય પક્ષના ટેકા વિના પણ જીતી સકે છે તે પરિણામો જોતા કહી સકાય.

ઘુનડા (ખા)

નિમુબેન ડાયાલાલ ડાંગર

ભારતીય જનતા પાર્ટી, 

હડમતીયા

મનીષાબેન રાજેશભાઇ કોરડીયા

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ,

હરબટીયાળી

છાયાબેન ઉર્ફે ઊર્મિલાબેન અરવિંદભાઇ માંડવિયા

ભારતીય જનતા પાર્ટી

જબલપુર

મણીલાલ ડાયાભાઇ કુંડારીયા

ભારતીય જનતા પાર્ટી

લજાઇ-૧

લાભુબેન જયંતીલાલ સારેસા

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

લજાઇ-૨

પંકજકુમાર દયારામભાઇ મસોત

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

મીતાણા

અરવિંદભાઇ મોહનભાઇ દુબરિયા

ભારતીય જનતા પાર્ટી

નાના ખીજડીયા

રમીલાબેન લાલજીભાઈ દેત્રોજા

ભારતીય જનતા પાર્ટી

નસીત૫ર

વિપુલ હરગોવિંદભાઇ કુંડારીયા

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

નેકનામ

અલ્પેશભાઇ ચુનીલાલ દલસણીયા

ભારતીય જનતા પાર્ટી

ઓટાળા

કિરણબેન નરેન્દ્રભાઇ દેત્રોજા

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

સાવડી

પુષ્પાબેન -ભુલાલ કામરોયા

ભારતીય જનતા પાર્ટી

ટંકારા-૧

ચાર્મીબેન ભાવિનભાઇ સેજપાલ

અપક્ષ

ટંકારા-ર

ચેતનકુમાર રમણીકભાઇ ત્રિવેદી

ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ

ટંકારા-૩

સલીમભાઇ હાસમભાઇ અબ્રાણી

ભારતીય જનતા પાર્ટી

વીરવાવ

ગીતાબેન શકિતવનભાઈ ભોરણીયા

ભારતીય જનતા પાર્ટી

(11:50 am IST)