Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ભાજપની આંધી સામે ત્રંબામાં નિશિત ખૂટ અડીખમ : તાલુકા પંચાયત બેઠકમાં જીત

રાજકોટ તાલુકા પંચાયતના ધ્‍યાનાકર્ષક જંગમાં શાનદાર વિજય

રાજકોટ,તા. ૫: રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ડીરેકટર બાબુભાઇ ખૂટના સુપુત્ર નિચિત ખુટે પંચાયતોની ચૂંટણીમાં ભાજપની રાજ્‍યવ્‍યાપી આંધીને ત્રંબામાં કોંગીના ઉમેદવાર તરીકે રોકવામાં સફળતા મેળવી છે. ભાજપે તમામ તાકાત કામે લગાડી હોવા છતા, જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપને ત્રંબા ગામમાંથી માત્ર ૯૦ મતની સરસાઇ મળી છે. જ્‍યારે આજ ગામની તાલુકા પંચાયત બેઠકમાં ભાજપના ઉમેદવાર ભાવેશ ત્રાપસિયા સામે કોંગીના નિશિત ખૂટનો ૨૪૨ મતે વિજય થયો છે. તેમને આ જીતને મતદારોની જીત અને કાર્યકરોના પરિશ્રમને આભારી ગણાવી લોકસેવામાં સદાય તત્‍પર રહેવાની ખાતરી આપી છે. તેમના પર અભિનંદન વર્ષા (મો. ૮૦૦૦૫ ૬૪૬૯૩) થઇ રહી છે.

(11:35 am IST)