Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જસદણ તાલુકા પંચાયતના કર્મચારીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

 જસદણ :  તાલુકા પંચાયત જસદણના કર્મચારીઓ પરમારભાઈ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, પંકજ ધ્રાફાણી ,દિપક આચાર્ય, દાનાભાઈ,દિલીપભાઈ,ચનાભાઈ,વાળાભાઈ તલાટી કમમંત્રીરાવલભાઈ, સાવલીયાભાઈ, બાવળીયાભાઈ, મુધવાભાઈ, શેખભાઈ, સરીયાભાઈ, મયાત્રાભાઈ, મકવાણાભાઈ વગેરેને તાજેતરમાં સી.એચ.સી.જસદણ ખાતે કોવીડ રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે.(તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી-જસદણ)

(11:34 am IST)
  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક : કેરળ,પુડુચેરી અને તામિલનાડુની સીટ માટે ચર્ચા થશે :પાર્ટી તબક્કાવાર ઉમેદવારોના નામની કરશે જાહેરાત : પશ્ચિમ બંગાળના ઉમેદવારોની યાદી સોમવાર બાદ જાહેર થવા સંભવ :બંગાળ વિધાનસભાના 60 ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુક્યાનું મનાય છે access_time 12:31 am IST