Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબી : રાજ્‍ય વેરા નિરીક્ષણ વર્ગ-૩ની પરીક્ષા અંગે જાહેરનામુ

મોરબી,તા. ૫: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા આગામી તા.૭મી માર્ચ-૨૦૨૧ના લેવાનાર છે ત્‍યારે અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ,ᅠકેતન પી. જોષી દ્વારા પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં સલામતીની વ્‍યવસ્‍થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્‍યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે રાજય વેરા નિરિક્ષક,ᅠવર્ગ-૩ની જગ્‍યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્‍તારમાં તા.૦૭ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્‍યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્‍થળે મોબાઈલ ફોન,ᅠલેપટોપ,ᅠટેબ્‍લેટ,ᅠકેલ્‍કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્‍તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્‍ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્‍ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્‍યા છે. રાજય વેરા નિરિક્ષકની જગ્‍યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી શ્રી એસ.વી.પટેલ કન્‍યા વિદ્યાલય,ᅠનવા બસ સ્‍ટેશન પાછળ,ᅠકન્‍યા છાત્રાલય કેમ્‍પસ,ᅠ ડી.જે.પટેલ કન્‍યા વિદ્યાલય,ᅠનવા બસ સ્‍ટેશન પાછળ,ᅠકન્‍યા છાત્રાલય કેમ્‍પસ,ᅠનવયુગ વિદ્યાલય,ᅠનવા બસ સ્‍ટેશન પાછળ,ᅠશનાળા રોડ,ᅠધી વી.સી.ટેક હાઇસ્‍કુલ,ᅠવી.સી.ફાટક પાસે,ᅠનિલકંઠ વિદ્યાલય,ᅠરવાપર રોડ,ᅠનિર્મળ વિદ્યાલય,ᅠશિવપાર્ક સોસાયટી,ᅠરવાપર કેનાલ રોડ,ᅠᅠસાર્થક વિદ્યાલય,ᅠએલ.ઈ.કોલેજ રોડ,ᅠકેશર બાગ સામે,ᅠઉમા વિદ્યા સંકુલ,ᅠઉમા ટાઉનશીપ,ᅠધરમપુર રોડ,ᅠસર્કિટ હાઉસ પાસે,ᅠસેન્‍ટ મેરી સ્‍કુલ,ᅠનવલખી રોડ,ᅠદોશી એમ.એસ.એન્‍ડ ડાભી એન.આર. હાઈસ્‍કુલ,ᅠમહાવીર નગર,ᅠપંચાસર ચોકડી પાસે,ᅠબાય પાસ રોડ,ᅠસહિતના સ્‍થાનો પર લેવામાં આવશે જયાં આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:24 am IST)
  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • આંતરરાષ્ટીય મહિલા દિવસ પર રિલીઝ થશે ડોક્યુમેન્ટરી ફિલ્મ ' વુમેન ઓફ ઓનર " : નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર રાત્રે 9 વાગ્યે 'વિમેન ઓફ ઓનર - ડેસ્ટિનેશન આર્મી' ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરાશે : ફિલ્મ હોટસ્ટાર અને ડિઝની પર પણ જોવા મળશે :આ ફિલ્મ દિલ્હી કેન્ટના એનસીસી ઓડિટોરિયમમાં પ્રેસ અને સેનાના અધિકારીઓની સામે રજૂ કરાઈ હતી જેને ખુબ પસંદ કરવામાં આવી હતી access_time 12:20 am IST

  • બંગાળની બેટીએ સ્વીકાર્યો પડકાર , હવે ભાજપનો વારો: તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મમતા સરકારમાં પંચાયત રાજ પ્રધાન સુબ્રતો મુખરજીએ કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, ટીએમસી નેતા મમતા બેનર્જીએ ભાજપના પડકારને સ્વીકારી 11 માર્ચે નંદીગ્રામથી ચૂંટણી લડશે હવે ભાજપનો વારો છે. બરાબર જ્યારે તે મેદાનમાં આવે : મંત્રીએ કહ્યં કે બંગાળમાં ખોટા ખબરો અને ખોટા તથ્યોની રાજનીતિ નહીં ચાલે access_time 12:22 am IST