Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાજ્યની દિવ્યાંગ બાળકોની માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી

ભાવનગર તા.૫:  રાજયમાં કાર્યરત દિવ્યાંગ બાળકોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી પરિણામે રાજયના દિવ્યાંગ બાળકોનું અસરકારક શિક્ષણકાર્ય થઇ શકતું નથી આ પ્રશ્ને ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંદ્યના પ્રતિનિધિ મંડળે સંદ્યના પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણીના વડપણ નીચે  એચ.એન.ચાવડા સંયુકત શિક્ષણ નિયામકશ્રીની મુલાકાત લઇ એક પ્રતિનિધિ મંડળે તાકીદે ભરતી કાર્યવાહી શરુ કરવા રજૂઆત કરી હતી.

મંજુર થયેલ મહેકમ મુજબ જે તે શાળાની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેમજ આ માટે લદ્યુમતી સમાજની સંસ્થાઓની જેમ દિવ્યાંગ બાળકોની શાળાઓને સીધી ભરતી કરવાનો અધિકાર આપવામાં આવે અથવા શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવેલ અરજીઓ પૈકી સ્પેશીયલ બી.એડની લાયકાત ધરાવતા શિક્ષકોને મેરીટના ધોરણે જે તે દિવ્યાંગ બાળકોની શાળાઓને આવા શિક્ષકો ફાળવી દેવામાં આવે જેવા મુદ્દાઓ જેનો શિક્ષણ વિભાગે હકારાત્મક વલણ દાખવી કાર્યવાહી શરુ કરવા ખાતરી આપી છે. એટલુજ નહી જુન માસ સુધીમાં કાર્યવાહી શરુ કરવા અધિકારીશ્રી દ્વારા હૈયાધારણ મળી છે.

(10:38 am IST)