Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ તથા શિક્ષકોએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૫: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ સહિતનાઓએ કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.

ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ શિક્ષકોએ ફ્રન્ટલાઇન વર્કરોએ કોવિડની કોવેકસીન રસીનો પ્રથમ ડોઝ લીધેલ છે. તેમના ૨૮ દિવસ પૂર્ણ થઇ ગયેલ હોય, સિવિલ હોસ્પિટલ-મોરબી ખાતે બીજો ડોઝ સમય સવારના ૯ થી સાંજના ૫ સુધી અપાય છે.

ઓનલાઇન પોર્ટલના ટેકનીકલ પ્રોબ્લેમ હોય અને હાલ સિનિયર સિટીઝનને વેકસીન આપવાનું પોર્ટલ ચાલુ હોય કદાચ રસીકરણ અંગે નો મેસેજ મળી શકશે નહિ માટે વેકિસનેશન સ્થળે જઇ આપના રજીસ્ટર  મોબાઇલ નંબરની જાણ કરીને રસીકરણ લઇ શકાશે. દિનેશભાઇ ડી.વડસોલા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૌક્ષણિક મહાસંઘે વેકસીનેશનનો દ્વિતીય ડોઝ લીધો હતો.

(10:36 am IST)