Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ભાવનગરમાં ૮ કોરોના પોઝીટીવ

જિલ્લામાં નોંધાયેલ કુલ ૬,૨૧૩ કેસો પૈકી ૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૫ :  ભાવનગર જિલ્લામા નવા ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૨૧૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૦ કેસ કુલ ૧૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૨૧૩ કેસ પૈકી હાલ ૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:33 am IST)
  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST

  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST

  • ઇંધણના ભાવમાં આગ એંધાણ : ઓપેક દેશોએ ક્રૂડ ઉત્પાદનનો કાપ લંબાવ્યો: આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડની કિંમત વધવા છતાં ઓઇલ ઉત્પાદક ઓપેક દેશોએ ગ્લોબલ ઇકોનોમિક રિકવરી સ્થિર ન બને ત્યાં સુધી વધુ એક મહિનો ઉત્પાદનમાં કાપ લંબાવ્યો access_time 12:48 am IST