Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

''જય જવાન જય કિસાન''ના સૂત્રને અમરેલીના પ્રતાગઢના ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું

અમરેલીઃ લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ પુલવાવાના હુમલામાં શહિદ થયેલા સૈનિકો માટે આ ગામના ખેડૂતોએ હમદર્દી બતાવી.આ ગામના ખેડૂતોને સરકારે જમા કરાવેલા ખાતાના પૈસા શહીદોને અર્પણ કરવા એવું નક્કી કરી..જિલ્લામાંથી સરકારના પ્રતિનિધિને બોલાવી એક નાનકડો કાર્યક્રમ કરી પ્રથમ શહીદોને શ્રદ્ઘાંજલિ આપી.જિલ્લા વિકાસ અધિકારીને ૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો  રાષ્ટપતિ એવોર્ડ વિજેતા પ્રતાપગઢ ગામના ખેડૂતોએ જય જવાન,જય કિસાનના સૂત્રને સાર્થક કરી જવાનોની મદદ કરનાર સમગ્ર ગામના ખેડૂતોનો આ ગુજરાતમાં આ પ્રથમ ઘટના છે.દેશ ભકિતના રંગે રંગાયેલ લાઠીના પ્રતાપગઢ ગામના ખેડૂતોને દેશના શહિંદ પરિવાર પ્રત્યે હમદર્દી અને મદદની પહેલ કરી ત્યારે આજ ગામના એક પ્રગતિશીલ ખેડૂત આગેવાન અને ઉદ્યોગપતિ ભુપતભાઇ લાઠીયાએ એવું જાહેર કર્યું કે જે રકમ ગામ સમસ્ત એકઠી થાય તેટલી રકમ હું એકલો આપીશ આમ ૫૫ હજાર જેવી રકમ આ એકલવીર ખેડૂતે આપીને સમગ્ર ગુજરાતના ખેડૂતોને પ્રેરણા આપી છે. સરપંચ મનીષાબેન નવીનભાઈ લાડોલા, ઉપસરપંચ વસનબેન કાળુભાઇ,ડીડીઓ સી.એમ પાડલીયા,લાઠી મામલતદાર, ટીડીઓ, ઉદ્યોગપતિ ભુપતભાઇ લાઠીયા,રાજુભાઈ વાદ્યાણી,વી.ડી રીઝીયા તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુર હિરપરા, લાઠી શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જોષી સહિત સમગ્ર ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:32 pm IST)