Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ઉપલેટા-ધોરાજી વિસ્તારના રૂ.૭રપ કરોડના રોડ રસ્તાના કામો મંજુર કરાવતા લલીત વસોયા

ઉપલેટાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી રકમ મંજુર થઇ

ઉપલેટા તા. પ : અહિયા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા લલીતભાઇ વસોયાએ ચુટાયા બાદ ઉપલેટા-ધોરાજી તાલુકાના રોડ રસ્તાઓ પ્રત્યે જાગૃતતા રાખીને ઉપલેટા-ધોરાજી વિસ્તારનો ગ્રામ્ય રસ્તો એક પણ ખરાબ ન રહે તથા રસ્તાઓ જે સાંકડા છે તે પહોળા કરવા સરકારમાં સતત રજુઆતો કરતા તેમના પરિણામ સ્વરૂપ રૂ. ૭રપ કરોડના રોડ રસ્તા મંજુર કરવામાં આવેલા છે.

 

આ અંગે ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ હતું કે મારા સંબંધો અને ધારાસભ્ય તરીકેના હોદ્દાનો ઉપયોગ કરી સરકારમાં સતત રજુઆત કરતા નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ-ઉપલેટા અને ધોરાજીને જોડતા ગ્રામ્ય રસ્તાઓ રીપેર કરવા અને પહોળા કરવા રૂ.૭રપ કરોડ મંજુર કરી તેઓના જોબ નંબર આપી દેતા આ રસ્તાઓના ટુંક સમયમાં ટેન્ડર બહાર પડશે.

જે રસ્તાઓ મંજુર થયા છે તેમા ઉપલેટા-ભાયાવદર ખીરસરા, ચીત્રાવડ-દાદર સુધીનો રસ્તો પહોળો કરવા રૂ.૩૮૦૦ લાખ તથા તોરણીયા-ફરેણી રોડ રૂ. ર૭૦ લાખ તોરણીયા ચોકી રોડ રૂ.૧ર૦ લાખ ઉદકિયા-ગોલાધર રોડ રૂ.૪૦ લાખ-ચીચોડ એપ્રોચ રોડ રૂ. ૪૦ લાખ તથા વેગન-ઉમરકોટ રોડના રૂ.૭પ લાખ મંજુર કરતા કુલ રૂ. ૭રપ કરોડના રોડ રસ્તાને મંજુરી આપવામાં આવેલ-ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં આવતી મોટી રકમ પ્રથમ વખત મંજુર કરાવવામાં મને સફળતા મળી છે તેમ વસોયાએ જણાવેલ હતું.

(1:21 pm IST)