Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

માળિયા હાટીના પાસે બાઇક પુલ નીચે ખાબકતા કાત્રાસાના યુવાનનું મોતઃ અન્ય યુવાન ગંભીર

વ્હેલી સવારના અકસ્માત અંગે પોલીસ તપાસ

જુનાગઢ તા.૫: માળિયા હાટીના પાસે આજે વ્હેલી સવારે બાઇક સાથે બે મિત્રો પુલનીચે ખાબકતા કાત્રાસાના કારડીયા યુવાનનું મોત નીપજયુ હતુ જયારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે, માળિયા હાટીના તાલુકાના કાત્રાસા ગામનો જયદિપ વાલાભાઇ  (ઉ.વ.૪૫) નામનો કારડીયા યુવાન તેમજ અંકિત પ્રભુદાસ ગોંડલીયા તેમના જીજે-૧૧-૯૬૦૯ નંબરના મોટર સાયકલ પર બેસીને આજે વ્હેલી સવારના માળિયાથી પોતાના ગામ તરફ જતા હતા.

ત્યારે રસ્તામાં વિરડી કાત્રાસા વચ્ચે બંને યુવાનો બાઇક સહિત પુલ સાથે અથડાય છે નીચે ખાબકયા હતા જેમાં જયદિપભાઇનુ મૃત્યુ થયુ હતુ અને અંકિત ગોંડલીયાને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવેલ.

આ અંગે મૃતકના પિતા વાલાભાઇ જેઠાભાઇની ફરિયાદનોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.(૧.૯)

(1:17 pm IST)