Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

લીંબડી સ્થા. જૈન સમાજના અગ્રણી ડો. હેમંતકુમાર ડગલીનું નિધન : ચક્ષુદાન કરાયું

સોમવારે સવારે 10 થી 11-30 સુધી ખત્રીની વાડી ગ્રીનચોક લીંબડી ખાતે પ્રાર્થનાસભા

લીંબડી : લીંબડી સ્થા. જૈન સમાજનાં અગ્રગણીય પરીવારનાં સેવાભાવી ડો.હેમંતકુમાર વિનયચંદ્ર ડગલીનું દુઃખદ અવસાન થયું છે તેમના પરીવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવેલ છે, જે ડો. જે.એમ. વસેટીયન તથા મીનાબેન રાણેવાડીયા તથા સ્ટાફ દ્વારા સ્વીકારવામાં આવેલ છે, શાહ ભીખાલાલ ત્રીકમદાસ પરીવાર ડો. વસેટીયન તથા સ્ટાફનો આ સદકાર્યમાં સહભાગી થવા બદલ તેમનો ખુબ આભાર વ્યક્ત કરાયો હતો સદગતનાં આત્મશ્રેયાર્થે મુકપ્રાર્થના સભા તારીખઃ ૦૫/૦૩/૨૦૧૮ને સોમવારનાં રોજ સવારનાં ૧૦ થી ૧૧-૩૦ કલાકે ખત્રીની વાડી ગ્રીનચોક લીંબડી ખાતે રાખવામાં આવેલ છે.

 

(9:10 am IST)