Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

મોરબીના નરસંગ ટેકરી મંદિરે આયોજિત નિશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનો ૫૨ દર્દીઓએ લાભ લીધો.

મોરબી :  શાલીગ્રામ સેવા ટ્રસ્ટ અને સંસ્કાર ફિઝીયોકેર સેન્ટરના સંયુક્ત ઉપક્રેમ નરસંગ ટેકરી મંદિર ખાતે નિશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરાયું હતું જે કેમ્પનો ૫૨ દર્દીઓએ લાભ લીધો હતો
જે કેમ્પમાં સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના ફિઝીયોથેરાપીના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાંત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમેં સેવા આપી હતી
આ કેમ્પમાં કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, સાયટીકા/સાંધાના વા / ઘૂંટણમાં ઘસારા /ગાદી ખસવી, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર, પાર્કિંસંસ કંપવા, GBS તમાકું, ગુટકા તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ, લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ, પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન સહિતની તકલીફોથી પીડાતા દર્દીઓએ લાભ લીધો તો નિષ્ણાંત ડોક્ટરોની ટીમે વિવિધ કસરતો અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

(9:45 pm IST)