Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

પ્રભાસ પાટણ વેરાવળ ની ૧૫૦ આંગણવાડીના મકાનોનુ ૧૭ મહિનાનું ભાડુ બાકી તાત્કાલિક ભાડુ ચૂકવવા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત

પ્રભાસ પાટણ : પ્રભાસ પાટણ વેરાવળ ની દોઢસો આંગણવાડી નુ છેલ્લા સત્તર મહિના નુ ભાડુ બાકી છે એક આંગણવાડી નુ મહિના નુ ચાર હજાર માસિક ભાડુ છે અને સત્તર મહિના નુ એક આંગણવાડી ના સીત્તેર હજાર જેવા રૂપીયા ભાડાં ના ચડી ગયેલા છે જેથી આંગણવાડી ને જે લોકો એ ભાડે મકાનો આપેલ છે તે મુશ્કેલી મા મુકાયેલા છે કારણ કે મોટાભાગના લોકો ને આ ભાડા ઉપર તેમનુ ધર ચાલતુ હોય છે

   આ બાબતે મકાન માલીકો તાલુકા પંચાયત મા વારંવાર લેખીત અને મોખિક રજુઆત કરે છે છતા સત્તર મહિના થી પરીણામ શુન્ય આવેલ છે અને ધરમ ના ધક્કા થાય છે અને ત્યાં થી એવા જવાબો મળે છે કે ગ્રાન્ટ નથી ગ્રાન્ટ આવશે ત્યારે ભાડા ચૂકવવામાં આવશે આ સત્તર મહિના મા અનેક તહેવારો પણ આવેલા પરંતુ આ મકાન માલીકો ને સરકાર દ્વારા ભાડા ચૂકવવામાં આવેલ નથી આ આંગણવાડી મા નાના બાળકો ભણવા હોવાથી માકાનો ખાલી પણ કરવાવી શકતા નથી આવુ કરે તો આ બાળકો નો અભ્યાસ બગડે

     આ તમામ આંગણવાડી જે ભાડા ના મકાન મા ચાલે તેને સત્તર મહિનાનુ ભાડુ તાત્કાલિક ચૂકવવા આવે તે માટે તમામ મકાન માલીકો વતી પ્રભાસપાટણ  આયશાબેન મુશાભાઇ કાલવાણીયા દ્વારા જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, અને પ્રોગ્રામ ઓફીસર આઈ સી ડી એસ ગીર સોમનાથ ને લેખીત મા રજુઆત કરવામાં આવેલ છે મકાન ભાડા તાત્કાલિક ચૂકવવા માંગણી કરવામાં આવેલ છે 

(6:07 pm IST)