Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

જુનાગઢમાં ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓએ મહામહિનાની પુનમે કડકડતી ઠંડીમાં દામોદર કુંડમાં માધસ્‍થાન કર્યુઃ માધસ્‍થાનમાં ૧પ૦ વિદ્યાર્થીઓ સ્‍વૈચ્‍છાએ જોડાયા

માધસ્‍નાનથી શારીરિક સ્‍વાસ્‍થ્‍ય અને સાષ્‍ઠવ જળવાયેલું રહે છેઃ ચામડીના રોગોમાં રાહત તથા આધ્‍યામ્‍કિ બળ મળે છે

જુનાગઢઃ જુનાગઢમાં માઘી પૂર્ણિમાએ દામોદર કુંડમાં ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યુ હતું.

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે.

આજે મહા મહિનાની પૂનમ છે અને મહા મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે શારિરીક સ્વાસ્થ્ય અને સૌષ્ઠવ જળવાયેલું રહે છે ત્યારે આજે મહા મહિનાની પૂનમના દિવસે કડકડતી ઠંડીમાં સંતો અને વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઠંડા પાણીથી સ્નાન કરવાને કારણે ખસ, ધાધર જેવા ચામડીના રોગ તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘ સ્નાન કરવામાં આવે છે. આજે જુનાગઢ માં જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને વિદ્યાર્થીઓ એ માઘ સ્નાનનો લ્હાવો લીધો હતો.

વહેલી સવારમાં હાજા થીજાવી દે તેવી ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે. જુનાગઢ દામોદર કુંડ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ સંતોએ માઘસ્નાન કર્યું હતું. માઘ સ્નાનમાં પરંપરા મજુબ મુજબ માટીના માટલા પાણીથી ભરવામાં આવે છે અને તેને આખી રાત દરમિયાન ખુલ્લા આકાશ નીચે ખુલ્લા રાખીને ઠરવા દેવામાં આવે છે અને વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે. જોકે ગુરુકુળ દ્વારા દામોદર કુંડ ખાતે આ માઘ સ્નાન સંપન્ન કરવામાં આવ્યું હતું. માઘ સ્નાનમાં 150 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ સામેલ થયા હતા.

જ્ઞાનબાગ ગુરૂકુળના સંચાલક નિષ્કામસ્વરૂપ સ્વામીએ માઘ સ્નાન અંગે જણાવ્યું હતું કે પરોઢિયાના સમયથી માંડીને  પ્રાતઃકાળની અવધી સુધીમાં માઘસ્નાનનો સમય ઋષિ-મુનિઓએ પુણ્ય આપનારો જણાવ્યું છે અને  કહેવાય છે કે તારા દેખાતા હોય તે સમયે જે સ્નાન કરવું તેને શ્રેષ્ઠ સ્નાન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કહેવાય છે કે સમુદ્રને મળતી કોઈપણ નદીમાં માઘ સ્નાન કરવામાં આવે તો તેનું વિશેષ મહત્વ હોય છે . એક મહિના સુધી દરરોજ વહેલી સવારે આ માઘ સ્નાન કરવામાં આવે  તો  ખસ , ખરજવા , ધાધાર જેવા ચામડીના રોગમાં પણ ઘણી રાહત મળે છે.

પોષ મહિનાથી માંડીને મહા મહિનાની પૂનમ સુધી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આ સમયમાં રોજરાત્રે માટલામાં પાણી ભરી દેવામાં આવે છે અને આખી રાત ખુલ્લી જગ્યામાં રાખ્યા આ માટલા રાખવામાં આવે છે ત્યાર બાદ સવારે આ પાણીથી જ સ્નાન કરવામં આવે છે માઘ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને માઘ સ્નાનનું મહત્વ પદ્મ પુરાણ તેમજ સત્સંગી જીવન વગેરે શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે.

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે. પોષ સુદી એકાદશીથી માઘ (મહા) સુદી એકાદશી. મકર સંક્રાંતિથી કુંભ સંક્રાંતિ. તેમજ પોષી પૂર્ણિમાથી માઘી પૂર્ણિમા. શ્રદ્ધાળુઓ આ ત્રણમાંથી નિર્ધારિત તિથિ નક્કી કરી માઘ સ્નાનનો સંકલ્પ લે છે.

(2:45 pm IST)