Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પોરબંદરમાં સી ફુડ એકસપોર્ટ કંપનીઓમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્વે કામગીરી

પોરબંદર, તા., પઃ સી ફુડ એકસપોર્ટ કંપનીઓમાં ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા સર્વ ઙ્ગકામગીરી શરૂ કરવામાં આવી છે.

ઇન્કમ ટેક્ષ સર્વે કામગીરી માટે જામનગર અને રાજકોટથી ઉચ્ચ અધિકારીઓની ટીમ આવ્યાની ચર્ચા છે. ગઇકાલે ઇન્કમ ટેક્ષ અધિકારીઓની ટીમ ગઇકાલે સાંજે સર્વે માટે આવેલ અને સીલ્વર મત્સ્યોયોગ કંપનીમાં સર્વે કામગીરી કરેલ અન્ય મત્સ્યોદ્યોગ કંપનીમાં સર્વે હાથ ધરવામાં આવ્યાની ચર્ચા છે. હાલ મત્સ્યોદ્યોગ મંદીમાં સપડાયેલ છે. ફિશીંગ સીઝનની શરૂઆતમાં દરીયામાં ચારેક વખત વાવાઝોડાની અસરને કારણે ફિશીંગ ઉપર અસર થયેલ હતી. આવા સંજોગોમાં સર્વે કામગીરી સામે કચવાટ થઇ રહેલ છે.

(11:34 am IST)