Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

વસંતભાઇ ગજેરા અમરેલી સિવિલ, મેડીકલ કોલેજની મુલાકાતે

અમરેલીઃ સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરી નાખનાર જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કીંગ વસંતભાઇ ગજેરા અમરેલી સિવિલ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજની મુલાકાતે આવ્યા હતા અને અમરેલીને આંગણે જ અદ્યતન મેડીકલ સેવા મળી રહે તે માટે શ્રી વસંતભાઇ ગજેરા દ્વારા કરાઇ રહેલ પ્રયાસથી સિવિલ (શ્રીમતી શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલી)માં સારી આરોગ્ય સેવાને કારણે અમરેલી સિવિલમાં દર્દીઓનો ઘસારો વધ્યો રાજની એક હજારની ઓપીડી અને આધુનિક આરોગ્ય સેવાને કારણે સિવિલને કોર્પોરેટ હોસ્પિટલ જેવી બનાવવા માટે શ્રી ગજેરા દ્વારા શ્રેણીબધ્ધ પગલાઓ લેવાઇ રહ્યા છે અને જુના સ્ટાફને છુટો નહી કરાય તેમ પણ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળઃ અમરેલી)(૭.૨૯)

 

(3:20 pm IST)